Maharashtra

જાણો છો સાઇબર ક્રાઇમ શું છે?… તેનાથી બચવા શું તકેદારી રાખવી જાેઈએ?…

મુંબઈ
છેલ્લા ઘણા વર્ષોથી માનવીએ ટેક્નોલોજીના ક્ષેત્રે હરણફાળ ભરી છે. દિવસે ને દિવસે નવાનવા સાધનોની શોધ થઇ રહી છે. આજનો મનુષ્ય આખો દિવસ ટેક્નોલોજી સાથે જાેડાયેલો રહે છે. પરંતુ આજના સમયમાં સાવધાન થવું એ પણ એટલુંજ જરૂરી છે. કારણ કે, એવું કહેવાય છે કે દરેક વસ્તુની હંમેશા બે બાજુ હોય છે, સકારાત્મક અને નકારાત્મક. ટેક્નોલોજીએ માનવીનું જીવન ઘણું સરળ બનાવી દીધું છે. પરંતુ તેની સામે ટેક્નોલોજીને લઈને થતા ગુનાઓ પણ એટલાજ ઘાતક સાબિત થઇ રહ્યા છે. મનુષ્ય ઘણીવાર વસ્તુનો દુરુપયોગ કરતો થઇ જાય છે. જેમાં ખાસ તો ટેક્નોલોજી દ્વારા દિવસેને દિવસે ગુનાઓ થઇ રહ્યા છે. ભારત સરકાર દ્વારા પણ લોકજાગૃતિ આવે એ સંદર્ભે કર્યો થઇ રહ્યા છે. આજે અમે પણ તમને સાઇબર ક્રાઇમ શું છે અને તેનાથી કઈ રીતે બચી શકાય તે વિશેની જરૂરી માહિતી આપીશું. સાવ સાદી સરળ ભાષામાં કહીએ તો, જયારે ગુનેગાર લેપટોપ, મોબાઈલ, નેટવર્ક વગેરે ટેક્નોલોજિકલ વસ્તુનો ઉપયોગ કરીને કોઈ અસામાજિક પ્રવૃત્તિ કરે તો તેને સાઇબર ક્રાઇમ કહી શકાય. જેમાં ઘણા પ્રકારના ગુનાઓ થતા હોય છે. જેની આપણે સમજ મેળવીશું. એક જાગૃત નાગરિક બની આ ક્રાઇમને આગળ વધતો અટકાવીશું. કોઈ પણ બેન્ક તમને કે.વાય.સી માટે કોલ કરતી નથી. કે.વાય.સીના થવાને કારણે તમારું એકાઉન્ટ પણ બંધ થશે નહિ. તેથી કે.વાય.સીના નામે આવતા કોઈ પણ કોલ પર પ્રતિક્રિયા આપવી નહિ. તેમજ ઓટીપી, પીન, ટી-પીન, જેવી મહત્વપૂર્ણ માહિતી કોઈની સાથે સેર કરશો નહિ. ઘણીવાર ઓનલાઇન સાઈટમાં સસ્તી વસ્તુઓનું વેચાણ થતું હોય છે. વ્યક્તિ આ સમયે સસ્તી ખરીદીના ચક્કરમાં મોટું નુકશાન કરી બેસે છે. જયારે તમે કોઈ પણ ખરીદી ઓનલાઇન કરવાનું વિચારી રહ્યા છો ત્યારે ખાસ જે તે વેબસાઈટની વિશ્વસનીયતા તપાસી લેવી જાેઈએ અને ત્યાર પછીજ ખરીદીનો આગ્રહ રાખવો જાેઈએ. આ ફેસીલિટીનો ઘણા ઠગો દુરુપયોગ કરી રહ્યા છે. ગ્રાહકો આ વેબસાઈટમાં સંપર્ક કરે છે ત્યારે સામેની વ્યક્તિને કસ્ટમર કેર એક્ઝિક્યુટિવ સમજી બેસે છે. ત્યાર બાદ તેને અનુસરે છે અને રૂપિયા ગુમાવે છે. તેથી આવી ફેક વેબસાઈટથી સાવધાન રહેવાની જરૂરિયાત છે. જાે તમારા મોબાઈલ ઓપરેટર તમને તમારા કોમ્યુનિકેશન માટે એક અલગ પાસસ્વર્ડ કોર્ડ અથવા પિન સેટ કરવાની મંજૂરી આપે તો તે આવશ્ય કરો. જેથી તમે સિમ સ્વેપિંગ દ્વારા કરવામાં આવતી છેતરપિંડીથી બચી શકશો. ધ્યાન રાખો છેતરપિંડી કરનાર વ્યક્તિ તમારા મોબાઈલ નંબર અને તમારી અન્ય ખાનગી માહિતી મેળવી મોબાઈલ કંપની પાસેથી તમારું સીમકાર્ડ ખોવાય ગયાની ફરિયાદ કરીને નવું સીમકાર્ડ મેળવી લે છે. જેને સિમ સ્વેપિંગ કહેવાય છે. તે પછી તે વ્યક્તિ તમારી તમામ માહિતી એક્સેસ કરી શકે છે. દરેક ક્રેડિટ/ડેબિટ કાર્ડ પાછળ ત્રણ આંકડાનો નંબર રહેલો હોય છે. જેને ઝ્રફફ (કાર્ડ વેરિફિકેશન વેલ્યુ) નંબર કહેવાય છે. જેનો ઉપયોગ ઓનલાઇન પેમેન્ટ માટે થતો હોય છે. આ નંબર કોઈને આપવો નહિ અને ફોનમાં પણ કોઈ સાથે શેર કરવો નહિ. જાે આ તકેદારી વર્તશો નહિ તો આર્થિક જાેખમનો સામનો કરવાનો થશે. આ મુદ્દાઓને દયાનથી સમજાે અને સાવચેતીથી વર્તો તેમજ બીજા લોકોને પણ માહિતગાર કરો. તમારી સાવચેતી અને સમજદારી પૂર્વકનો વ્યવહારજ સાઇબર ક્રાઇમને અટકાવી શકશે. આ પ્રકારની મહત્વપૂર્ણ માહિતી અમે જલ્દીથી જ તમારી સમક્ષ ફરી લાવીશું.

File-02-Page-08.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *