Maharashtra

જાે તમારી પાસે મકાન, ગાડી હોય તો રાશન કાર્ડ સરન્ડર કરવું પડશે

મુંબઈ
સરકારી રાશન કાર્ડ માટે નવા નિયમો લાવી છે. કોરોના દરમિયાન શરૂ કરવામાં આવેલી મફત રાશન યોજનાનો લાભ પાત્ર ન હોય તેવા પરિવાર કરતા હતા. હવે આવા રાશન કાર્ડ પાછા આપી દેવાની અપીલ કરવામાં આવી છે. જાે તમારી પાસે રાશન કાર્ડ છે તો આ ખબર તમારા માટે છે. સરકારે રાશન કાર્ડ માટેના નિયમોમાં ફેરફાર કર્યો છે. કેટલીક સ્થિતિમાં હવે રાશન કાર્ડ સરેન્ડર કરવું પડશે અને જાે એવું ન કરવામાં આવ્યું તો તમારી પાસેથી વસૂલી કરવામાં આવી શકે અને તમારી સામે કાયદાકીય કાર્રવાઈ થશે શકે છે. કોરોના દરમિયાન સરકારે ગરીબ પરિવારો માટે મહત્વનો ર્નિણ ય લીધો હતો. સરકાર જરૂરિયાતમંદ પરિવારોને મફત રાશન આપી રહી હતી. અને આ વ્યવસ્થા હજુ પણ ચાલુ છે. પરંતુ સરકારને ધ્યાનમાં આવ્યું છે કે, અનેક રાશન કાર્ડ ધારકો તેનો ખોટી રીતે લાભ ઉઠાવી રહ્યા છે. જેથી જે લાયક હોય તેમને યોજનાનો લાભ નથી મળી રહ્યો. જાે કોઈની પાસે ૧૦૦ ચોરસ મીટરથી વધુનો પ્લોટ, ફ્લેટ કે મકાન, ફોર વ્હીલર અથવા ટ્રેક્ટર, ગામમાં બે લાખ અને શહેરમાં ત્રણ લાખથી વધુની પારિવારિક આવક હોય તો એવા લોકોએ પોતાના કાર્ડ તાલુકા કે ડીએસઓ કાર્યાલયે સરેન્ડર કરવાનું રહેશે. જે કોઈ નિયમોનું ઉલ્લંઘન કરતું હશે તેવા લોકોને રાશન કાર્ડ સરેન્ડર કરવાનું કહેવામાં આવ્યું છે. તો આવા કાર્ડ સરેન્ડર નહીં કરવામાં આવે તો તપાસ બાદ તેની સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.. જાણકારી અનુસાર જાે આવા રાશન કાર્ડ સરેન્ડર નહીં કરવામાં આવે તો તેને રદ્દ કરવામાં આવશે. સાથે જ આ પરિવાર સામે કાયદાકીય કાર્યવાહી થશે. અને તે જ્યારથી રાશન લઈ રહ્યો છે ત્યારથી રાશનની વસૂલી પણ કરવામાં આવશે. અયોગ્ય રીતે રાશન કાર્ડ ધરાવતા લોકોના કારણે પાત્ર લોકોને રાશન નથી મળી રહ્યું. એવામાં સરકારે લોકોને અપીલ કરી છે કે, રાશન કાર્ડ સરેન્ડર કરી દે. જેથી જરૂરિયાતમંદ પરિવારોને મદદ મળી શકે.

Rashan-Card-New-Rule.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *