Maharashtra

જુબિન અને નિકિતા દત્તાનો ફોટો એક વિડીયો આલ્બમનો હોવાનું જાણવા મળ્યું

મુંબઈ
બોલીવુડમાં પોતાના સુરીલા અવાજથી અનોખી ઓળખ બનાવનારા ગાયક જુબિન નૌતીયાલ અને ટેલીવુડની જાણીતી અભિનેત્રી નિકિતા દત્તા વચ્ચે સિરિયસ રિલેશનશિપ હોવાની ખબરો ઘણા સમયથી ચાલી રહી છે. આજે સોશિયલ મીડિયા પર જુબિન ગર્લફ્રેન્ડ નિકીતાને રિંગ પહેરાવતો જાેવા મળી રહ્યો છે. આ વાયરલ તસવીરો નિહાળ્યા બાદ તેમના લગ્નની આતુરતાપૂર્વક રાહ જાેઈ રહ્યા છે. જુબિન આ તસવીરોમાં ડાર્ક બ્લ્યુ કલરની શેરવાની પહેરેલો જાેઈ શકાય છે. જયારે અભિનેત્રી નિકિતા દત્તાએ ડાર્ક પિન્ક કલરનો નેટ લહેંગો કેરી કર્યો છે. આ તસવીરોમાં તમે જાેઈ શકો છો કે, જુબિન એક ઘૂંટણ પર બેસીને ગર્લફ્રેન્ડ નિકીતાને રિંગ પહેરાવી રહ્યો છે. તેમના ફેન્સ માની રહ્યા છે કે, આ સ્ટાર કપલે સગાઇ કરી લીધી છે. તેઓ બંને એક મ્યુઝીક વીડિયોમાં સાથે કામ કરી રહ્યા છે. આ માટે તેઓએ તાજેતરમાં શૂટિંગ શરુ કર્યું હતું. અમુક ફેન્સનું કહેવું છે કે, આ તસવીરો તેમના મ્યુઝીક વિડીયોનો એક સીન છે. જુબિન અને નિકિતા આગામી સમયમાં ‘મસ્ત નઝરો’ મ્યુઝીક વિડીયોમાં જાેવા મળશે. આ મ્યુઝીક વિડીયો આગામી તા. ૩૧/૦૩/૨૦૨૨ના રોજ રિલીઝ કરવામાં આવશે. અભિનેત્રી નિકિતા દત્તા ઉત્તરાખંડ સ્થિત જુબિનના ઘર ખાતે તેમના પરિવારજનોને મળવા ગઈ હતી. ત્યારબાદ તેમની વચ્ચે લગ્નના ડેસ્ટિનેશનને લઈને પણ ચર્ચા થઇ હોવાનું સામે આવ્યું છે. તાજેતરમાં તેઓ એકસાથે મુંબઈના જુહુના એક કેફેમાં પણ સ્પોટ થયા હતા. તેમની રિલેશનશિપને લઈને જુબિને જણાવ્યું હતું કે, ”અમે લોકોની ગોસિપનો ભાગ બનવા નથી માંગતા. અમે અમારી રિલેશનશિપને પ્રાઇવેટ રાખવા માંગીએ છીએ.” જુબિન નૌતીયાલ ‘મોહ મોહ કે ધાગે’ ગીતથી અને અભિનેત્રી નિકિતા દત્તા શાહિદ કપૂર સ્ટારર ‘કબીર સિંહ’ ફિલ્મમાં તેના અભિનયને કારણે દેશભરમાં લોકપ્રિય થઇ હતી.અભિનેત્રી નિકિતા દત્તા અને બોલીવુડના લોકપ્રિય ગાયક જુબિન નૌતીયાલ છેલ્લા ઘણા સમયથી રિલેશનશિપમાં હોવાની ખબરો સામે આવી રહી છે. આજે સાંજે (૨૪/૦૩/૨૦૨૨) જુબિન અને નિકિતાએ ગુપચુપ રીતે સગાઇ કરી લીધી હોવાની ખબરો સામે આવી છે. અમે તમને જણાવી દઈએ કે જુબિનના ઉત્તરાખંડ સ્થિત ઘરે નિકિતા તેમના પરિવારજનોને મળી હતી. ત્યારબાદ તેમણે સગાઇ કરી હોવાના અહેવાલો સામે આવ્યા છે.

Jubin-Naitiyal-Nikita-Dutta-Shoting-on-set-New-Song.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *