Maharashtra

જેકી ભગનાની ટાઈગર શ્રોફ સાથે બનાવશે હીરો નં-૧

મુંબઈ
ડેવિડ ધવને ગોવિંદા સાથે બનાવેલી હીરો નં-૧ ૧૯૯૭ના વર્ષમાં બ્લોક બસ્ટર રહી હતી. ગોવિંદા અને ડેવિડની જાેડીએ આપેલી આ કોમેડી ફિલ્મનું ટાઈટલ ૨૫ વર્ષ બાદ ફરી જાેવા મળશે. જેકી ભગનાની અને ટાઈગર શ્રોફ હીરો નં-૧ બનાવી રહ્યા છે. જાે કે તેમની આ ફિલ્મ કોમેડીના બદલે એક્શન થ્રિલર હશે. ૨૦૨૩ના વર્ષથી ફિલ્મનું શૂટિંગ શરૂ કરવાની તેમની ઈચ્છા છે. હીરો નં-૧માં જેકી ભગનાની પ્રોડ્યુસર છે અને ટાઈગર લીડ રોલમાં છે, જ્યારે જગન શક્તિ તેને ડાયરેક્ટ કરવાના છે. આ ફિલ્મમાં જીવના જાેખમે પાર પાડવામાં આવેલા મિશનની સ્ટોરી છે. ટાઈગરના દિલધડક સ્ટન્ટ અને એક્શનની સાથે તેમાં થ્રિલર પણ ભરપૂર છે. રિપોર્ટ્‌સ મુજબ, ભગનાનીના પૂજા પ્રોડક્શન્સ માટે ફિલ્મો ડાયરેક્ટ કરવા જગન શક્તિ સાથે સમજૂતી થઈ છે અને તેમના મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટમાં હીરો નં-૧ છે. મોટા બજેટ સાથે ભવ્ય એક્શન ફિલ્મ બનાવવાનો પ્લાન છે. તેમાં લોકેશન્સ અને સ્ટન્ટની ઉપરાંત વીએફએક્સ ટેકનોલોજીનો પણ ભરપૂર ઉપયોગ થશે. ૨૦૨૩ના વર્ષમાં ફિલ્મને ફ્લોર પર લઈ જવામાં આવશે, પરંતુ તેની રિલીઝ સુધીનું શીડ્યુલ હજુ ફાઈનલ થયું નથી. એક મહિનાના સમયમાં ફિલ્મની લીડ એક્ટ્રેસ અને વિલન ફાઈનલ થઈ જશે. આમ, એકંદરે ફિલ્મનું કામ હજુ પ્રાથમિક તબક્કામાં છે, પરંતુ તેના માટે રૂ.૧૫૦ કરોડથી વધુનો ખર્ચ કરવા માટે પ્રોડ્યુસર તૈયાર છે. ફિલ્મમાં ટાઈગર સિવાયની કાસ્ટ ફાઈનલ થઈ ગયા બાદ શૂટિંગની શરૂઆત થશે.

File-01-Page-30.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *