Maharashtra

ટીવી શોના વેડિંગ રિયલ વેડિંગ કરતા પણ ઘણાં મોંઘા

મુંબઈ
યે રિશ્તા ક્યા કહેલાતા હૈમાં રીલ લાઈફ કપલ ડો.અભિમન્યુ બિરલા અને અક્ષરા ગોએન્કાએ લગ્ન કર્યા છે. આ રીલ લાઈફ વેડિંગ કોઈ પણ રિયલ વેડિંગ કરતા વધુ રોયલ લાગી રહી હતી. મીડિયા રિપોર્ટ્‌સ અનુસાર અક્ષરા ગોએન્કાએ પહેરેલા લહેંગાની કિંમત ૨ લાખ ૩૫ હજાર રૂપિયા હોવાનું કહેવાય છે. લહેંગામાં હીરા જડિત હતા. આ સિરિયલમાં પ્રણાલીએ અક્ષરાની ભૂમિકા ભજવી છે. તેનો લહેંગા અમેરિકન હીરાથી જડિત હતો. શોની ટીમે રાજસ્થાની ડ્રેસ પહેર્યો હતો. મીડિયા રિપોર્ટ્‌સ અનુસાર, જાે તમે રીલ લાઈફ લગ્નો પર થતા ખર્ચ પર નજર નાખો તો ૧.૫ કરોડ રૂપિયા કે તેનાથી પણ વધારે થઈ શકે છે. અભિરાના શાહી લગ્ન પર મેકર્સે પાણીની જેમ પૈસા રેડ્યા છે. મીડિયા રિપોર્ટ્‌સ અનુસાર, આ લગ્ન રાજસ્થાનના જાણીતા મહેલમાં થયા હતા અને આ લગ્ન પ્રિયંકા ચોપરાના લગ્નથી પ્રેરિત હોવાનું પણ કહેવાય છે. યે રિશ્તા ક્યા કહેલાતા હૈમાં અગાઉના તમામ લગ્નો પણ ભવ્ય હતા. નિર્માતાઓએ આ વખતે પણ ઘણા પૈસા વાપર્યા હતા. અહેવાલો અનુસાર, રાજન શાહીની ટીમે એક મહિના સુધી લગ્નના લોકેશનની શોધ કરી હતી. અભિરાના લગ્નમાં લગભગ ૨ કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. યે રિશ્તા ક્યા કહલાતા હૈની કાસ્ટ લગભગ ૧૦ દિવસ વેડિંગ ડેસ્ટિનેશન પર રોકાઈ હતી. આ શાહી લગ્નની ઘણી તસવીરો ફેનપેજ પર શેર કરવામાં આવી છે. અભિરાના લગ્નમાં જેટલો ખર્ચ કરવામાં આવ્યો હતો, તેટલો ખર્ચ તો રિયલ વેડિંગમાં પણ નથી થતો. આ લગ્ન સામે બોલીવૂડ સ્ટાર્સના લગ્ન પણ ફિક્કા લાગી શકે છે. યે રિશ્તા ક્યા કહલાતા હૈના કલાકારો જ્યાં રોકાયા હતા તે રોયલ પેલેસમાં સામાન્ય લગ્નમાં લગભગ ૩૦થી ૫૦ લાખ રૂપિયાનો ખર્ચ થાય છે. સિરિયલના ચાહકોએ ટીવી પરદા પર અભિરાના ભવ્ય લગ્નની મજા માણી હતી. તેમના લગ્નના ફોટા અને વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યા છે.

India-TV-Series-Abhira-Wedding-Ye-Rishta-kya-kahelata-hai-.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *