Maharashtra

ટેલિવિઝનનો અભિનેત શરદ મલ્હોત્રાએ પોતાનો જન્મદિવસ ઉજવ્યો

મુંબઈ
શરદે ૨૦૦૬માં સિરિયલ ‘બનૂન મેં તેરી દુલ્હન’થી ટેલિવિઝનમાં ડેબ્યૂ કર્યું હતું. આ શોમાં તેની સાથે અભિનેત્રી દિવ્યાંકા ત્રિપાઠી લીડ રોલમાં હતી. આ પછી વર્ષ ૨૦૧૪માં તેણે ‘ભારત કે વીર પુત્ર’માં મહારાણા પ્રતાપનો રોલ કર્યો હતો. આ સિવાય તે ‘કસમ તેરે પ્યાર કી’, ‘મુસ્કાન’ અને ‘નાગિન ૫’માં પણ જાેવા મળ્યો હતો. ઉલ્લેખનીય છે કે તેણે વર્ષ ૨૦૨૦માં ટીવી પર ટાઈમ્સ મોસ્ટ ડિઝાયરેબલ મેનમાં ૭મો રેન્ક મેળવ્યો હતો. ટીવી શો સિવાય શરદ કેટલીક ફિલ્મો અને મ્યુઝિક વીડિયોમાં પણ જાેવા મળ્યો છે. પોતાના ટેલિવિઝન કરિયર સિવાય શરદ પોતાના અંગત જીવનને કારણે પણ ખુબ ચર્ચામાં રહે છે. શરદ તેની કો-સ્ટાર દિવ્યાંકા ત્રિપાઠી સાથે આઠ વર્ષથી રિલેશનશિપમાં હતો. બનુ મેં તેરી દુલ્હનના સેટ પર બંને પ્રેમમાં પડ્યા હતા. બંનેએ પોતાના સંબંધોને સત્તાવાર જાહેર પણ કર્યા હતા. ચાહકોને તેમની ઓફ-સ્ક્રીન અને ઓન-સ્ક્રીન જાેડી ખુબ પસંદ હતી. અહેવાલો અનુસાર અભિનેત્રી શરદ સાથે લગ્ન કરવા માંગતી હતી. પરંતુ શરદ તેમના સંબંધોને આગળ વધારવા માટે તૈયાર ન હતો, તેથી બાદમાં બંનેનું બ્રેકઅપ થઈ ગયુ હતુ એક ઈન્ટરવ્યુમાં દિવ્યાકા ત્રિપાઠીએ કહ્યું હતુ કે તે તેમના સંબંધોને બચાવવા માટે શક્ય તમામ પ્રયાસ કરી રહી હતી. તે એક સમયે અંધશ્રદ્ધા સુધી પહોંચી ગઈ હતી. દિવ્યાંકાએ કહ્યુ કે મને વિશ્વાસ નહોતો આવતો કે આઠ વર્ષના સંબંધોનો આ રીતે અંત કેવી રીતે આવી શકેપ? બાદમાં દિવ્યાંકાએ ‘યે હૈ મોહબ્બતે’ એક્ટર વિવેક દહિયા (ફૈદૃીા ડ્ઢટ્ઠરૈઅટ્ઠ) સાથે લગ્ન કરી લીધા હતા.ટેલિવિઝન સુપર સ્ટાર શરદ મલ્હોત્રાનો જન્મદિવસ છે. અભિનેતાનો જન્મ ૧૯૮૩માં થયો હતો. તમને જણાવી દઈએ કે તે ‘બનૂ મેં તેરી દુલ્હન’, ‘ભારત કા વીર પુત્ર’ અને ‘કસમ તેરે પ્યાર કી’, ‘નાગિન ૫’ જેવા શોમાં તેણે શાનદાર એક્ટિંગથી ચાહકોના દિલમાં સ્થાન મેળવ્યુ હતુ. અભિનેતાએ વર્ષ ૨૦૦૪માં ઈન્ડિયા બેસ્ટ સિનેસ્ટાર કી ખોજ શોમાં પણ ભાગ લીધો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *