મુંબઈ
બોલિવૂડ એક્ટર જીતેન્દ્ર અને શોભા કપૂરની લાડકી એકતા કપૂરને દુનિયા ‘ટેલીવિઝન ક્વિન’ નાં નામે ઓળખે છે. એકતા કપૂર આજે તેનો સ્પેશલ ડે સેલિબ્રેટ કરી રહી છે. તેનો જન્મ ૭ જૂન ૧૯૭૫માં થયો હતો. આજે એકતા તેનો ૪૭ મો જન્મ દિવસ ઉજવી રહી છે. આશરે ૨૫ વર્ષ પહેલાં તેણે ‘માનો યા નામો’ ટીવી શૉથી ટીવીની દુનિયામાં પગલાં માંડ્યા હતાં. ત્યારથી અત્યાર સુધીમાં તેણે ઘણાં સુપરહિટ ટીવી શૉ આપ્યાં છે. એકતા કપૂર આજે ઇન્ડસ્ટ્રીનું મોટુ નામ છે. એકતા તેનાં કરિઅરની શરૂઆથ ૧૫ વર્ષની ઉંમરમાં એડ અને ફિચર ફિલ્મ નિર્માતા કૈલાશ સુરેન્દ્રનાથની સાથે હતી. તેણે ફિલ્મ નિર્માણમાં ખુબજ રસ હતો અને તે ફિલ્મ ડિરેક્ટર અને પ્રોડ્યુસર બનવાનો ર્નિણય કર્યો હતો. આજે એકતા ટીવી અને ફિલ્મ નિર્માતા, નિર્દેશક અને બાલાજી ટેલીફિલ્મ્સ લિમિટેડની ર્ઝ્ર્રંં અને ક્રિએટિવ હેડ છે. જેને તે વર્ષ ૧૯૯૪માં સ્થાપિત કરી હતી. એકતા કપૂર ફિલ્મ ઈન્ડસ્ટ્રીના તે સ્ટાર્સમાંથી એક છે, જે ૪૦ વર્ષથી વધુ ઉંમરની છે અને આજ સુધી સિંગલ છે. એક ઈન્ટરવ્યું દરમિયાન તેણે પોતાનો ખુલાસો કર્યો અને કહ્યું કે તે હજુ પણ કુંવારી કેમ છે. એકતા કપૂરને એક ઈન્ટરવ્યુમાં પૂછવામાં આવ્યું કે તે ક્યારે લગ્ન કરશે? જવાબમાં એકતા કપૂરે હસીને કહ્યું કે સલમાન ખાનના લગ્નના બે-ત્રણ વર્ષ પછી. તે જ સમયે, એક અન્ય ઇન્ટરવ્યુમાં, એકતા કપૂરે કહ્યું હતું કે પિતા જીતેન્દ્રની શરતનાં કારણે, તેણે આજ સુધી લગ્ન કર્યા નથી. એકતાએ કહ્યું હતું કે ‘મારા પિતાએ મને કહ્યું હતું કે કાં તો લગ્ન કર અથવા તું કામ કર. મેં કામ પસંદ કર્યું હતું. હું લગ્ન કરવા માંગતી ન હતી, આ કારણે મેં કામને પ્રાધાન્ય આપ્યું હતું.” તેણીએ વધુમાં કહ્યું કે મારા જે મિત્રોએ લગ્ન કર્યા છે તે આજે સિંગલ છે. છેલ્લા કેટલાક વર્ષોમાં મેં ઘણા છૂટાછેડા જાેયા છે. મને લાગે છે કે મારી પાસે ધીરજ છે, જેની હું અત્યાર સુધી રાહ જાેઈ રહ્યો છું.’ પદ્મશ્રીથી સન્માનિત નિર્માતા એકતા કપૂર ટીવી ઉદ્યોગની સૌથી મોટી નિર્માતા છે. કારણ કે ‘સાસ ભી કભી બહુ થી’ સિરિયલ ટેલિવિઝન જગતમાં એકતા કપૂરની પ્રથમ ક્રાંતિ હતી. આ સાથે તેણે ‘કહાની ઘર ઘર કી’, ‘કસૌટી ઝિંદગી કી’, ‘કહીં તો હોગા’ અને ‘કુટુંબ’ જેવી સિરિયલો દ્વારા ટીવી જગતમાં ક્રાંતિ લાવી દીધી
