મુંબઇ
આવતા ડિસેમ્બર મહિનામાં, તમામ સરકારી અને ખાનગી ક્ષેત્રની બેંકો કુલ ૧૪ દિવસ માટે બંધ રહેશે. ત્યારે તમારૂ બેંકનું કામ મહત્વનું છે તો તમારે તે મુજબનું આયોજન કરવું પડશે જેથી તમે બેંકનું કામ બને તેટલું ઝડપથી પૂર્ણ કરી શકો. ત્યારે આ રજાઓમાં વિવિધ તહેવારો ઉપરાંત રવિવાર અને બીજાે, ચોથો શનિવાર પણ આ રજાઓમાં સામેલ છે.
આ રહી બેંકની રજાઓની યાદી
ડિસેમ્બર ૩ઃ સેન્ટ ફ્રાન્સિસ ઝેવિયર (પણજી) નો તહેવાર,
ડિસેમ્બર ૪ઃ રવિવાર (તમામ સ્થળો),
ડિસેમ્બર ૫ ઃ ગુજરાત વિધાનસભા ચૂંટણી ૨૦૨૨ (અમદાવાદ)માં મતદાનનો દિવસ,
ડિસેમ્બર ૧૦ઃ બીજાે શનિવાર (બધે),
ડિસેમ્બર ૧૧ઃ રવિવાર (તમામ સ્થળો),
ડિસેમ્બર ૧૨ઃ પા-તોગન નેંગમિન્જા સંગમા (શિલોંગ),
ડિસેમ્બર ૧૮ઃ રવિવાર (તમામ સ્થળો),
ડિસેમ્બર ૧૯ઃ ગોવા મુક્તિ દિવસ (પણજી),
ડિસેમ્બર ૨૪ઃ ચોથો શનિવાર (બધે),
ડિસેમ્બર ૨૫ઃ રવિવાર (તમામ સ્થળો),
ડિસેમ્બર ૨૬ઃ ક્રિસમસ સેલિબ્રેશન/લોસોંગ/નમસૂંગ (આઈઝવાલ, ગંગટોક, શિલોંગ),
ડિસેમ્બર ૨૯ઃ ગુરુ ગોવિંદ સિંહ જીનો જન્મદિવસ (ચંદીગઢ),
ડિસેમ્બર ૩૦ઃ યુ કિઆંગ નાંગબાહ (શિલોંગ),
ડિસેમ્બર ૩૧ઃ નવા વર્ષની પૂર્વ સંધ્યા (આઈઝવાલ),
જાે કે ડિસેમ્બર મહિનામાં બેંકો ૧૪ દિવસ બંધ રહેશે. જેમાં બીજા શનિવાર અને રવિવારનો સમાવેશ થાય છે. જાેકે, ઓનલાઈન અને નેટ બેંકિંગ સેવાઓ રાબેતા મુજબ ઉપલબ્ધ રહેશે. તમને જણાવી દઈએ કે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા એટલે કે ઇમ્ૈં પોતાની ઓફિશિયલ વેબસાઈટ પર બેંકોની રજાઓ વિશે માહિતી આપે છે.
તમને જણાવી દઈએ કે કેન્દ્રીય બેંક આખા વર્ષ માટે એક જ વારમાં યાદી જાહેર કરે છે, જે જાેઈને રજાઓ વિશે કઈ માહિતી મેળવી શકાય છે. રિઝર્વ બેંક ત્રણ કેટેગરીમાં રજાઓ જાહેર કરે છે જેમાં હોલિડે અંડર નેગોશિયેબલ ઇન્સ્ટ્રૂમેન્ટ એક્ટ, હોલીડે અંડર નેગોશિયેબલ ઇન્સ્ટ્રૂમેન્ટ એક્ટ અને રીયલ ટાઇમ ગ્રોસ સેટલમેન્ટ હોલીડે અને બેંક્સ ક્લોઝિંગ એકાઉન્ટનો સમાવેશ થાય છે. આ ત્રણ શ્રેણીઓ હેઠળ, સરકારી, ખાનગી, વિદેશી, સહકારી અને પ્રાદેશિક બેંકો સહિત દેશની તમામ બેંક શાખાઓ બંધ રહેશે.