Maharashtra

ડેવિડ વોર્નર હવે દિલ્હી કેપિટલ્સનો હિસ્સો બન્યો

મુંબઈ
આઇપીએલ ૨૦૨૨ ની મેગા ઓક્શન માટે બહાર પાડવામાં આવેલા માર્કી ખેલાડીઓની યાદીમાં ઓસ્ટ્રેલિયાના ડેવિડ વોર્નરનું નામ પણ હતું. વોર્નરે પોતાનો બેઝ પ્રાઇઝ રૂ. ૨ કરોડ રાખ્યી હતી. મુંબઈ ઈન્ડિયન્સ, ચેન્નાઈ સુપર કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સે તેના માટે બોલી લગાવી હતી. વોર્નરની આઈપીએલ કારકિર્દી પર નજર કરીએ તો તેણે અત્યાર સુધીમાં ૧૫૦ મેચ રમી છે અને ૪૧.૫૯ની એવરેજથી ૫૪૪૯ રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે ચાર સદી અને ૫૦ અડધી સદી ફટકારી હતી. વોર્નરની ગણતરી ૈંઁન્ના સૌથી સફળ બેટ્‌સમેનોમાં થાય છે. તેણે આ લીગમાં પણ પોતાની જાતને એક મહાન કેપ્ટન તરીકે સાબિત કરી છે. તે ૨૦૧૪થી સનરાઇઝર્સ તરફથી રમી રહ્યો હતો. ૨૦૧૫માં તેને ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. તેની કપ્તાની હેઠળ, તેણે ૨૦૧૬ માં સનરાઇઝર્સને ફાઇનલમાં દોરી જઇ અને વિરાટ કોહલીની આગેવાની હેઠળ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને હરાવીને ફાઇનલમાં જીત મેળવી. તે ૨૦૧૮માં ટીમને ફરી એકવાર ફાઇનલમાં પણ લઈ ગયો હતો પરંતુ તે વખતે જીત મેળવી શક્યો નહોતો. છેલ્લી સિઝનમાં, જાે કે, સનરાઇઝર્સે તેની કપ્તાની હેઠળ સારું પ્રદર્શન કર્યું ન હતું અને તેથી જ તેની કેપ્ટનશીપ છીનવાઈ ગઈ હતી અને પછી તે છેલ્લી-૧૧માંથી પણ બહાર થઈ ગઈ હતી. બાદમાં સનરાઇઝર્સે તેને પોતાની સાથે પણ રાખ્યો ન હતો. તેના સ્થાને સનરાઇઝર્સે ન્યૂઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમસનને કેપ્ટન્સી સોંપી હતી. ફ્રેન્ચાઇઝીએ પણ તેને જાળવી રાખ્યો છે અને આ સિઝનમાં સનરાઇઝર્સની કેપ્ટનશિપ કરતો એજ કિવી ખેલાડી જાેવા મળશે. વોર્નરે તેની ૈંઁન્ કારકિર્દીની શરૂઆત દિલ્હી ડેરડેવિલ્સ (દિલ્હી કેપિટલ્સ) થી કરી હતી. તે આ ટીમ માટે ૨૦૦૯ થી ૨૦૧૩ સુધી રમ્યો હતો. ૨૦૦૯માં તેને ડેબ્યૂ કરવાની તક મળી ન હતી પરંતુ ૨૦૧૦માં તે તેની પ્રથમ ૈંઁન્ મેચ રમવામાં સફળ રહ્યો હતો. ૨૦૧૦માં ૧૧ મેચ રમી અને ૨૮૨ રન બનાવ્યા જેમાં એક સદી સામેલ હતી. ૨૦૧૧માં તેણે દિલ્હી માટે ૧૩ મેચ રમી હતી અને ૨૦૧૨માં દિલ્હીએ તેને આઠ મેચમાં તક આપી હતી. ૨૦૧૩માં તેણે ૧૬ મેચ રમી હતી. ત્યારપછી સનરાઈઝર્સ આવી. ગત સિઝનમાં તે માત્ર આઠ મેચ રમ્યો હતો અને માત્ર ૧૯૫ રન બનાવી શક્યો હતો.આઇપીએલ ૨૦૨૨ ની મેગા ઓક્શન માટે બહાર પાડવામાં આવેલા માર્કી ખેલાડીઓની યાદીમાં ઓસ્ટ્રેલિયાના ડેવિડ વોર્નરનું નામ પણ હતું. ૨૦૧૬માં સનરાઈઝર્સ હૈદરાબાદને આઈપીએલ જીતાડનાર વોર્નરને આ હરાજીમાં દિલ્હી કેપિટલ્સે ખરીદ્યો હતો. આ ડાબા હાથના બેટ્‌સમેન માટે આ ટીમે ૬.૨૫ કરોડ રૂપિયા ચૂકવ્યા છે. વોર્નરને સનરાઇઝર્સે જાળવી રાખ્યો ન હતો. તેથી વોર્નર હરાજીમાં આવ્યો અને તેના માટે ત્રણ ટીમો લડી, પરંતુ દિલ્હી કેપિટલ્સ જીતી ગઈ ગતી અને પોતાની સાથએ જાેડ્યો હતો.

devid-warner.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *