મુંબઈઃ સિક્યોરિટીઝ કોન્ટ્રેક્ટસ (રેગ્યુલેશન) (સ્ટોક એક્સચેન્જિસ એન્ડ ક્લિયરિંગ કોર્પોરેશન્સ) રેગ્યુલન્સ 2018ની જોગવાઇઓની શરતે ડૉ. હર્ષકુમાર ભાનવાલાની એમસીએક્સના ગવર્નિંગ બોર્ડના ચેરમેન તરીકેની નિમણૂંકની મંજૂરી પર સેબીએ મહોર મારી છે તે અમે આપને જણાવવા ઉત્સુક છીએ.
ડૉ. ભાનવાલા નેશનલ બેન્ક ફોર એગ્રીકલ્ચર એન્ડ રુરલ ડેવલપમેન્ટ (નાબાર્ડ)માં 18 ડિસેમ્બર 2013થી 27 મે 2020 સુધી ચેરમેન રહ્યા હતા. ઉપરાંત તેઓ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફાઇનાન્સ કંપની લિમિટેડ (આઇઆઇએફસીએલ)ના ચેરમેન કમ મેનેજમેન્ટ ડિરેક્ટર પણ હતા.
આ સિવાય તેઓ સરકારની રેગ્યુલેટરી ઓથોરિટીની વિવિધ સમિતિઓમાં પણ રહ્યા હતા જેમાં છેલ્લે તેઓ સેબીની સોશિયલ સ્ટોક એક્સચેન્જ (એસએસઇ-ટીજી) ટેકનિકલ ગ્રુપમાં ચેરમેન હતા.
તેઓ ડેવલપમેન્ટ ફાઇનાન્સ, ઓર્ગેનાઇઝેશનલ ટ્રાન્ફોર્મેશન એન્ડ સોલ્વીંગ પ્રોબ્લેમ્સ તેમજ ખેડૂતોની આવક કેવી રીતે વધારવા અને ટકાઉ કૃષિને કેવી રીતે ઉત્તેજન આપવું તેમાં 36 વર્ષનો અનુભવ ધરાવે છે.
ડૉ. ભાનવાલા આઇઆઇએમ અમદાવાદમાંથી મેનેજમેન્ટમાં પોસ્ટગ્રેજ્યુએટ થયા છે અને મેનેજમેન્ટમાં પીએચડીની ડિગ્રી ધરાવે છે. તેમને તામિલનાડુ એગ્રીકલ્ચર યુનિવર્સિટી, કોઇમ્બતુર અને ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ-સેન્ટ્ર્લ ઇન્સ્ટિટ્યુટ ઓફ મુંબઇ તરફથી વિજ્ઞાનમાં માનદ ડૉક્ટરેટની ડિગ્રી પણ આપવામાં આવી છે. તેઓ નેશનલ ડેરી રિસર્ચ ઇન્સ્ટિટ્યુટમાંથી ડેરી ટેકનોલોજીના સ્નાતક છે.
એમસીએક્સ ડૉ. ભાનવાલાને અભિનંદન આપે છે અને તેમના નેતૃત્ત્વની અપેક્ષા રાખે છે.