Maharashtra

ડોન ૩ ફરહાન નવી સરપ્રાઈઝ, નવી સ્ક્રિપ્ટ સાથે આવી શકે છે?!…

મુંબઈ
શાહરૂખ ખાન સાથે ડોન ૩ બનાવવા માટે ફરહાન અખ્તરે તૈયારી શરૂ કરી હોવાના રિપોર્ટ્‌સ અગાઉ આવ્યા હતા. ફરહાને ફિલ્મની સ્ટોરી લખી નાખી હતી અને તેમાં ત્રણ મહત્ત્વના રોલ શાહરૂખ, અમિતાભ બચ્ચન અને રણવીર સિંહને ધ્યાને રાખીને લખાયા હતા. જાે કે શાહરૂખ ખાનને સ્ક્રિપ્ટ પસંદ ન આવી અને ફરહાને તેમાં ફેરફાર માટે ફરી પેન હાથમાં લીધી. ફરહાને તૈયાર કરેલી ડોન ૩ની આખી સ્ક્રિપ્ટ તો માત્ર ફરહાન પાસે જ હતી, પરંતુ તેના પ્લોટની વિગતો બહાર આવી છે. સોર્સીસના જણાવ્યા મુજબ, ડોનની ત્રીજી ફિલ્મમાં શાહરૂખ ખાન ઉપરાંત અમિતાભ બચ્ચન અને બોમન ઈરાનીને પણ લેવાનો પ્લાન હતો. ૧૯૭૮માં રિલીઝ થયેલી ઓરિજિનલ ડોનમાં બચ્ચનનો લીડ રોલ હતો. ઓરિજિનલ ફિલ્મમાં ડોન મરી જાય છે, જ્યારે તેનો હમશકલ વિજય આબાદ રીતે બચી જાય છે. બિગ બી ઓરિજિનલ ડોનનો રોલ કરે તેવી શક્યતા પણ હતી. ફરહાનના પ્લોટમાં રણવીર સિંહનો કેમિયો પ્લાન થયો હતો. ઈન્ટ્રેસ્ટિંગલી રણવીર પણ ડોનનો જ રોલ કરવાનો હતો. શાહરૂખ ખાન ડોનની ગાદી રણવીર સિંહને સોંપવાનો હતો, જેથી ડોનની આગામી ફિલ્મોમાં રણવીર સિંહ નિશ્ચિત બને. શાહરૂખની સાથે અમિતાભ બચ્ચન અને રણવીર સિંહનું કોમ્બિનેશન અક્સીર મનાતુ હતું. ફિલ્મને રજાના દિવસોમાં રિલીઝ કરાય તો બમ્પર ઓપનિંગ નક્કી મનાતુ હતું. જાે કે બદલાયેલા સંજાેગોની વચ્ચે શાહરૂખે ફેરફાર સૂચવ્યા છે ત્યારે નવી સ્ક્રિપ્ટમાં ફરહાન નવી સરપ્રાઈઝ આપી શકે છે.

File-01-Page-30.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *