મુંબઈ
૨ ઓક્ટોબરે દ્ગઝ્રમ્ દ્વારા ક્રૂઝ પર દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં આર્યન ખાન સહિત કુલ ૧૯ લોકોની ધરપકડ કરવામાં આવી હતી. સ્થળ પરથી ૬ લોકોની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ તમામ આરોપીઓ અલગ-અલગ સમયે જામીન પર બહાર આવ્યા હતા. એક આરોપી હાલ જેલમાં છે. તમને જણાવી દઈએ કે, આ કેસમાં આર્યન ખાનને ત્રણ અઠવાડિયાથી વધુ સમય જેલમાં રહેવું પડ્યું હતું.દેશમાં ચર્ચિત ડ્રગ્સ કેસમાં આજે એક મોટા સમાચાર મળી રહ્યા છે. ડ્રગ્સ કેસમાં કિંગ ખાનના પુત્ર આર્યન ખાનને ક્લિનચીટ મળી છે. મળતી માહિતી પ્રમાણે, પુરાવાના અભાવે આર્યન ખાનને ક્લિન ચીટ આપવામાં આવી છે. ડ્રગ્સ કેસમાં દ્ગઝ્રમ્ની ચાર્જચીટમાં ૧૪ લોકોના નામ હતા. બોલિવૂડના કિંગ ખાનના પુત્ર આર્યન ખાનને મુંબઈના ક્રૂઝ ડ્રગ્સ કેસમાં કોર્ટમાંથી ક્લીનચીટ મળી છે. નાર્કોટિક કંટ્રોલ બ્યુરો (દ્ગઝ્રમ્) એ શુક્રવારે દ્ગડ્ઢઁજી કોર્ટમાં અભિનેતા શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાન વિરુદ્ધ ચાર્જશીટ રજૂ કરી હતી. દાખલ કરવામાં આવેલી ચાર્જશીટમાં આર્યન ખાનનું નામ સામેલ નથી.
