Maharashtra

તારા સુતરિયાની ૮ વર્ષની મહેનત સ્કેચમાં દેખાઈ

મુંબઈ
તારાએ ચારકોલ કલરથી દોરેલા સ્કેચના ફોટોગ્રાફ્સ શેર કર્યા છે. તારાએ ખુલાસો ન કર્યો હતો કે, આ પેઈન્ટિંગની આર્ટિસ્ટ તે છે. તો કોઈને ખબર પણ ન પડત. તારાએ કેપ્શનમાં જણાવ્યું હતું કે, ચારકોલ સ્કેચ તેના જીવનનો ખૂબ મોટો ભાગ હતા. જાે કે હું મારી જાતને પ્રોમિસ આપું છે કે તેના તરફ પાછી ફરીશ. ૧૧થી ૧૮-૧૯ વર્ષ દરમિયાન દોરેલા મારા કેટલાક સ્કેચ અહીં મૂક્યા છે. આમાંના કેટલાક સ્કેચ સારાએ ફ્લાઈટ દરમિયાન તો કેટલાક દિવાળી નિમિત્તે દોરેલા હતા. સારાની ફિલ્મ એક વિલન ૨ આ મહિને રિલિઝ થવાની છે. જેમાં તેની સાથે અર્જુન કપૂર, જાેન અબ્રાહમ અને દિશા પટાણી છે.એક્ટ્રેસ તારા સુતરિયા હાલ અપકમિંગ ફિલ્મના પ્રમોશનમાં બિઝી છે. શૂટિંગ અને પ્રમોશન એક્ટવિટીમાં બિઝી રહેવા છતાં તારાને પેઈન્ટિંગનો વિરહ સાલી રહ્યો છે. આમ તો આ વાતની ખબર ના પડત, પરંતુ તારાએ જાતે ખુલાસો કર્યો છે. તારાએ પોતાના સંખ્યાબંધ સ્કેચ સોશિયલ મીડિયા પર શેર કર્યા છે અને ફરી આ આર્ટ સાથે જાેડાવાની ઈચ્છા હોવાનો સ્વીકાર કર્યો છે.

File-01-Page-28.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *