Maharashtra

દાઉદની બહેન હસીનાના ઘરે ઈડીના દરોડા

મુંબઈ
પ્રોપર્ટી ડીલ, મની લોન્ડરિંગ અને હવાલા ટ્રાન્ઝેક્શનને લઈને ઈનપુટ શેર કરવામાં આવ્યા હતા, ત્યારબાદ આજે સવારે ૪ વાગ્યાથી ડી કંપની સાથે જાેડાયેલા લોકો પર ઈડ્ઢનું સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે. હજુ સુધી આ કેસમાં કોઈની ધરપકડ કે કસ્ટડી લેવાઈ નથી. ઈડીના અધિકારીઓ દાઉદ ઈબ્રાહિમની બહેન હસીના પારકરના ઘરે પણ પહોંચ્યા અને અહીં સર્ચ ઓપરેશન હાથ ધર્યું. મહારાષ્ટ્રની રાજધાનીમાં લગભગ ૧૦ સ્થળોએ સર્ચ કરવામાં આવી રહ્યું છે. આ કાર્યવાહી પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ કરવામાં આવી રહી છે. એક નેતાના કેટલાક સ્થળો પર પણ દરોડા પાડવામાં આવ્યા છે. તેમણે જણાવ્યું હતું કે ઈડી દ્વારા મળેલી કેટલીક ગુપ્ત માહિતી અને નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી દ્વારા દાખલ કરવામાં આવેલી હ્લૈંઇના આધારે કાર્યવાહી કરવામાં આવી રહી છે.મની લોન્ડરિંગના મામલામાં ઈડ્ઢએ મંગળવારે મોટી કાર્યવાહી કરી છે. મુંબઈમાં અનેક સ્થળોએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. અંડરવર્લ્‌ડ સાથે જાેડાયેલા ઘણા લોકોના ઘર અને ઓફિસ પર સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. ઈડ્ઢ મની લોન્ડરિંગ અને તેની પાછળના રાજકીય જાેડાણોની તપાસ કરી રહી છે. હાલમાં, ઈડ્ઢ દ્વારા કોઈ નામની પુષ્ટિ કરવામાં આવી નથી. દ્ગૈંછએ ૧૫ દિવસ પહેલા દાઉદ ઈબ્રાહિમના હવાલા, મની લોન્ડરિંગ અને ડ્રગ્સની હેરાફેરીનો કેસ નોંધ્યો હતો.

Daud-Sister-Haseena-ED-Raid.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *