મુંબઈ
અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમ ૧૯૮૦ના દાયકામાં ભારતમાંથી ભાગી ગયો હતો. આ પછી તે થોડા વર્ષો દુબઈમાં રહ્યો, પછી પાકિસ્તાન કરાચીના પોશ વિસ્તારમાં શિફ્ટ થઈ ગયો. પરંતુ તે ભારતમાં પોતાના ભાઈઓ અને સંબંધીઓની મદદથી ડી કંપનીનો ધંધો ચલાવી રહ્યો છે.એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટએ ભાગેડુ ગેંગસ્ટર દાઉદ ઈબ્રાહિમ અને તેના નજીકના સંબધીઓ સામે મની લોન્ડરિંગનો કેસ દાખલ કર્યો છે. તમને જણાવવુ રહ્યુ કે, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટએ નાગપાડા ખાતે તેની સ્વર્ગસ્થ બહેન હસીના પારકરના ઘર સહિત મુંબઈમાં નવ અને થાણેમાં એક જગ્યાએ આ દરોડા પાડવામાં આવ્યા હતા. હાલ માનવામાં આવી રહ્યુ છે કે દાઉદ પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થા ૈંજીૈંના નિયંત્રણ હેઠળ છે. અહેવાલો મુજબ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ ૧૯૯૩ના મુંબઈ બોમ્બ વિસ્ફોટના કેસમાં દોષી ઠેરવવામાં આવેલા દાઉદના જેલમાં બંધ એક સાથી સાથે વરિષ્ઠ રાજકારણીના પ્રોપર્ટી ડીલની તપાસ પણ કરશે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટને શંકા છે કે આ પ્રવૃત્તિઓ દ્વારા મળેલા નાણાં હવાલા ચેનલો દ્વારા રૂટ કરવામાં આવ્યા હતા અને તેનો ઉપયોગ આતંકવાદ ફેલાવવા, રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવા અને ભારતમાં ધાર્મિક જૂથો વચ્ચે તિરાડ પેદા પાડવા માટે કરવામાં આવ્યો હતો. તાજેતરમાં દ્ગૈંછએ દાઉદ અને તેના નજીકના સહયોગીઓ વિરુદ્ધ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ નિવારણ અધિનિયમ હેઠળ કેસ નોંધ્યો હતો. તમને જણાવી દઈએ કે, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ અને દ્ગૈંછ આ કેસની સંકલનથી તપાસ કરી રહ્યા છે. સૂત્રોના જણાવ્યા મુજબ હાલ દાઉદ ગેંગનુ હવાલા નેટવર્ક એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ ની રડાર પર છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટએ દાઉદના મુખ્ય સહયોગી છોટા શકીલના સાળા સલીમ કુરેશી ઉર્ફે સલીમની પૂછપરછ માટે મંગળવારે અટકાયત કરી છે. મળતી માહિતી મુજબ હજુ તેની પૂછપરછ ચાલુ છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટએ આ કેસમાં ચોક્કસ લીડ્સ પર તેની પૂછપરછ કરવા દાઉદના ભાઈ ઈકબાલ કાસકરની કસ્ટડી માટે પણ કોર્ટનો પણ સંપર્ક કર્યો છે. દાઉદ ઈબ્રાહિમની બહેન હસીના પારકરના ઘર પર દરોડા પડ્યા બાદ કહેવામાં આવી રહ્યું છે કે તેના ભાઈ ઈકબાલ કાસકરની પણ પૂછપરછ કરવામાં આવશે. હાલ ઈકબાલ કાસકર તળોજા જેલમાં છે. ૧૯૯૩ના મુંબઈ બોમ્બ બ્લાસ્ટ કેસમાં અબુ બકર ફરાર થયાના ૨૯ વર્ષ બાદ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની કાર્યવાહી તેજ થઈ છે. અબુ બકરની આ મહિનાની શરૂઆતમાં ધરપકડ કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, અબુની સંયુક્ત આરબ અમીરાતમાંથી ધરપકડ કરવામાં આવી હતી.