Maharashtra

દિપીકા અને હૃતિક રોશનની ફિલ્મ ફાઈટરનું શુટિંગ ઝડપી શરૂ થશે

મુંબઈ
હૃતિક રોશન અને દિપિકા પાદુકોણ પ્રથમ વખત સાથે સ્ક્રીન શેયર કરવા માટે પુરી રીતે તૈયાર છે. બંને સ્ટાર્સ એક સાથે કામ કરશે તેવા સમાચાર ત્યારે સામે આવ્યા હતા, જ્યારે ‘સુપર ૩૦’ સ્ટાર હૃતિક રોશનનો જન્મદિવસ હતો. અભિનેતાએ જન્મદિવસ પર આ ફિલ્મની જાહેરાત કરી હતી, ત્યારબાદ સોશિયલ મીડિયા પર તેની ઘણી ચર્ચા થઈ. હૃતિક રોશનના ફેન્સ ત્યારેથી લઈ અત્યાર સુધી આ ફિલ્મ વિશે જાણવાના પ્રયત્નો કરી રહ્યા છે. ત્યારે હૃતિક-દિપિકાના ફેન્સ માટે સારા સમાચાર સામે આવ્યા છે, આ ફિલ્મ હવે ફ્લોર પર જવા માટે બિલકુલ તૈયાર છે. ફિલ્મ ફાઈટર જૂનમાં ફ્લોર પર આવશે. દિપિકા પાદુકોણ અને હૃતિક રોશન વર્ષ ૨૦૨૨માં જ જૂન મહિનામામં ફ્લોર પર આવશે. હૃતિક રોશન અને દિપિકા પોતાના પર ખુબ જ મહેનત કરી રહ્યા છે, કારણ કે આ એક એક્શન ફિલ્મ હશે. લોકડાઉનના પ્રતિબંધો હટાવ્યા બાદ હવે આ ફિલ્મને લઈને એવી યોજના છે કે ‘ફાઈટર’નું શૂટિંગ વિશ્વભરના શ્રેષ્ઠ સ્થળોએ કરવામાં આવશે. કોવિડના કારણે ફિલ્મનું શૂટિંગ ડિલે થયું હતું. ફાઈટરમાં હૃતિક રોશન અને દિપિકા પાદુકોણ સિવાય અનિલ કપૂર પણ નજર આવશે. જણાવવામાં આવી રહ્યું છે કે ફિલ્મને આગામી વર્ષે ૨૦૨૩માં ૨૬ જાન્યુઆરીની આસપાસ રિલિઝ કરવામાં આવી શકે છે. હૃતિક રોશનની ફિલ્મ ફાઈટર જાેન અબ્રાહમની અપકમિંગ ફિલ્મથી ટકરાશે. જ્યારથી ફાઈટરની જાહેરાત થઈ છે, દિપિકા અને હૃતિક રોશનની જાેડીની તુલના ટોમ ક્રૂઝ અને એન્જલિના જાેલીની સાથે કરવામાં આવી રહી છે. તાજેતરમાં જ દીપિકા પાદુકોણ ફિલ્મ ‘ય્ીરટ્ઠિૈઅટ્ઠટ્ઠહ’માં જાેવા મળી હતી. આ ફિલ્મમાં દીપિકાનો બોલ્ડ અવતાર જાેઈને ચાહકોના હોશ ઉડી ગયા હતા. તે જ સમયે, દીપિકાના ફાઈટર વિશે એવી આશાઓ પણ છે કે અભિનેત્રી આ ફિલ્મમાં પણ કંઈક નવીનતા લાવશે.

Deepika-Padukon-Hithik-Roshan-Fighter-Film.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *