મુંબઈ
દીપિકા પાદુકોણ, અનન્યા પાંડે, સિદ્ધાંત ચતુર્વેદી અને ધૈર્ય કારવાની ફિલ્મ ય્ીરટ્ઠિૈઅટ્ઠટ્ઠહ ૧૧ ફેબ્રુઆરીએ રિલીઝ થઈ રહી છે. રિલીઝ પહેલા ફિલ્મને સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન તરફથી છ પ્રમાણપત્ર મળ્યું છે. ફિલ્મ એક પણ કટ વગર ક્લિયર થઈ ગઈ છે. જાેકે ફિલ્મમાં બોલ્ડ સીન્સને કારણે તેને છ સર્ટિફિકેટ મળ્યું છે. શકુન બત્રા દ્વારા નિર્દેશિત આ ફિલ્મમાં આજના જટિલ સંબંધો વિશે બતાવવામાં આવ્યું છે. ફિલ્મમાં દીપિકા અને સિદ્ધાંત વચ્ચે ખૂબ જ બોલ્ડ સીન્સ ફિલ્માવવામાં આવ્યા છે. આ ફિલ્મના શકુને ઈન્ટીમસી ડાયરેક્ટરને હાયર કર્યા હતા. શકુન ઈચ્છતો હતો કે તેને દરેક વિભાગની જેમ સમાન મહત્વ મળવું જાેઈએ. આ સિવાય તે ઈચ્છતો હતો કે આ દ્રશ્યો ફિલ્માવતી વખતે કલાકારો સુરક્ષિત રહે. ફિલ્મનું સ્ક્રિનિંગ યોજાયું હતું જેમાં બોલિવૂડના અન્ય સેલેબ્સની સાથે ફિલ્મની આખી ટીમે પણ હાજરી આપી હતી.

