Maharashtra

દિશા વાકાણીને આ બીમારી ક્યારથી છે તેની કોઈ ચોક્કસ પુષ્ટિ થઈ નથી

મુંબઈ
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શોમાં દયા ભાભીનું પાત્ર ભજવનારી દિશા વાકાણીને લઈને મોટી અપડેટ સામે આવી રહી છે. ઘણાં રિપોર્ટ્‌સમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, દિશાને ગળાનું કેન્સર થયું છે. તે હાલમાં ગળાના કેન્સરનો સામે લડી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે, ગળાનું કેન્સર ‘દયા ભાભી’ના પાત્રનાં અવાજને કારણે થયું છે. દિશા શોમાં અલગ અવાજ કાઢીને વાત કરતી હતી. દિશાને આ બીમારી ક્યારથી છે તેની કોઈ ચોક્કસ પુષ્ટિ થઈ નથી.દિશા વાકાણીએ વર્ષ ૨૦૧૯માં શોને અલવિદા કહી દીધું છે. તેનું કારણે તેણે મેટરનિટિ લીવ જણાવ્યું હતું. ફેન્સ ત્યારથી લઈને આજ સુધી શોમાં ફરીથી તેના કમબેકની આતુરતાથી રાહ જાેઈ રહ્યા છે. મેકર્સ દ્વારા શોમાં પરત ફરવા દિશા વાકાણીનો ઘણીવાર સંપર્ક કર્યો પણ તેમણે ના પાડી દીધી હતી. દિશા શોની સૌથી પોપ્યુલર એકટ્રેસ હતી. દિશા વાકાણીએ વર્ષ ૨૦૧૦માં, દયાભાભીના અજીબોગરીબ અવાજ વિશે વાત કરી હતી. દિશાએ કહ્યુ હતું કે, દરેક વખત એક જ અવાજને જાળવી રાખવું ખૂબ જ મુશ્કેલ હતું. પરંતુ ભગવાનની કૃપા છે કે, તેમણે ક્યારેય મારા અવાજને નુકસાન નથી પહોંચાડ્યુ અને ના ગળાની કોઈ સમસ્યા ઉભી થઈ છે. આ અવાજની સાથે તે સતત ૧૧-૧૨ કલાક કામ કરે છે. જ્યારથી દિશા વાકાણી શો છોડીને ગઈ છે, ત્યારથી તેના કેરેક્ટરમાં કોઇ જ નવી એક્ટર આવી નથી. મેકર્સ તેના બદલે નવી એક્ટ્રેસની તપાસ કરી રહ્યા છે. આ દરમિયાન એશ્વર્યા સખુજા અને કાજલ પિસલ જેવી ઘણી એક્ટ્રેસનું નામ દયાભાભીના પાત્ર તરીકે સામે આવ્યુ હતું. જાેકે, આ ફક્ત અફવા નીકળી હતી. દિશાના ગયાં બાદ બીજા પણ ઘણાં કલાકારોએ શો છોડી દીધો છે.

File-01-Page-30.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *