Maharashtra

દીપિકા પાદુકોણે ફેશન શૉમાં કિલર લુક જાેઇને ફેન્સ ક્રેઝી થયા

મુંબઈ
દીપિકા પાદુકોણ પેરિસમાં ચાલી રહેલા ફેશન વીકમાં ચારચાંદ લગાવવા માટે પહોંચી છે. પેરિસ ફેશન વીકમાં મોટાભાગે હોલીવુડના એ-લિસ્ટર્સ જેમ કે એલિસિયા વિકેંડર અને એંટોની અર્નાલ્ટ અને એના ડી એરમાસ હાજરી આપવા પહોંચે છે. આ વર્ષે આ શૉમાં હાજરી આપવાની સાથે જ બોલીવુડ સુપર સ્ટાર દીપિકા પાદુકોણનું નામ પણ આ હોલીવુડના એ-લિસ્ટર્સની યાદીમાં સામેલ થઇ ગયું છે. ફેશન વીકની શેર કરવામાં આવેલી તસવીરોએ ફક્ત દીપિકાના ફેન્સનું દિલ જીતી લીધું છે. સાથે જ તમામ ભારતીયોનું માથુ ગર્વથી ઉંચુ પણ કરી દીધું છે. આ ફેશન શૉના ફોટોઝ અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યા છે. ફેશન વીકમાં હાજરી આપવા દરમિયાન દીપિકાના ફેન્સને આ અદાકારાનો કાતિલ અંદાજ જાેવા મળ્યો. શૉ દરમિયાન આ એક્ટ્રેસે ગ્રે મિનિ ડ્રેસ પહેર્યો હતો અને તેણે પોતાના લુકને બોલ્ડ લિપ્સ અને ઓપન હેર સાથે કમ્પ્લીટ કર્યો હતો. દીપિકા આ લુકમાં ખૂબસુરત લાગી રહી હતી. રસપ્રદ વાત એ છે કે દીપિકા આ શૉમાં હિસ્સો લેવા માટે પોતાના માતા-પિતા સાથે પહોંચી છે. વાયરલ થઇ રહેલા વીડિયોમાં એક્ટ્રેસ સાથે તેના પિતા પ્રકાશ પાદુકોણ અને માત ઉજ્જલા પણ જાેવા મળ્યા. આ વીડિયોમાં દીપિકાની માતા પણ કોઇ બોલીવુડ એક્ટ્રેસ જેવી લાગી રહી હતી. વ્હાઇટ શર્ટ, ટ્રાઉઝર અને સૂટમાં તેનો સ્ટાઇલિશ અંદાજ જાેવા મળ્યો. ત્યાં તેના પિતા પ્રકાશ પાદુકોણ પણ એકદમ ક્લાસી અને કેઝુઅલ લુકમાં જાેવા મળ્યા. તેમણે વ્હાઇટ ટી-શર્ટ ઉપર બ્લેક કલરનું સ્વેટર પહેર્યુ છે. જણાવી દઇએ કે, દીપિકા પાદુકોણ આ શૉમાં લક્ઝરી બ્રાન્ડ લુઇ વુઇટન તરફથી હાજરી આપવા પહોંચી છે. તે લુઇ વુઇટનની બ્રાન્ડ એમ્બેસેડર છે. તાજેતરમાં જ આ એક્ટ્રેસને જ્વેલરી બ્રાન્ડ ‘કાર્ટિયર’ની બ્રાન્ડ એમ્બેસેડર પણ ઘોષિત કરવામાં આવી છે. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો દીપિકા પાદુકોણે જલ્દી જ ફિલ્મ ‘પઠાન’માં જાેવા મળશે. તાજેતરમાં જ એક્ટ્રેસે પોતાની અપકમિંગ ફિલ્મનું પોસ્ટર ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યુ હતું.

File-01-Page-34.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *