Maharashtra

ધ કાશ્મીર ફાઈલ્સે બોક્સ ઓફિસ પર ૧૫૦ કરોડને પાર કરશે

મુંબઈ
‘ધ કાશ્મીર ફાઈલ્સ’ દર્શકોને એટલી પસંદ આવી રહી છે કે લોકો ફિલ્મ જાેવા માટે થિયેટરોમાં ઉમટી પડ્યા છે. આવી સ્થિતિમાં ફિલ્મ બોક્સ ઓફિસ પર સારી કમાણી કરી રહી છે. આવી સ્થિતિમાં માનવામાં આવે છે કે તેના બીજા સપ્તાહમાં પણ વિવેક અગ્નિહોત્રીની ફિલ્મ ધ કાશ્મીર ફાઇલ્સ ધૂમ મચાવશે. અનુપમ ખેરની ફિલ્મને એટલો જબરદસ્ત રિસ્પોન્સ મળી રહ્યો છે કે બીજા અઠવાડિયામાં પણ થિયેટરોમાં એક પણ સીટ ખાલી નથી રહી. આવી સ્થિતિમાં મેકર્સ હવે આ ફિલ્મને વધુ લોકો સુધી લઈ જવા માટે એક નવી યોજના બનાવી રહ્યા છે . તરણ આદર્શના ટિ્‌વટ અનુસાર ફિલ્મે પહેલા અઠવાડિયામાં ૧૧૬ કરોડથી વધુની કમાણી કરી લીધી છે. તે જ સમયે ફિલ્મ ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે એક ટિ્‌વટ કર્યું છે જેમાં તેણે અનુમાન લગાવ્યું છે કે એક જ દિવસમાં ૧૯ કરોડથી વધુની કમાણી કરીને રેકોર્ડ બનાવનારી ફિલ્મ ધ કાશ્મીર ફાઈલ્સ ૧૫૦ કરોડથી વધુની કમાણી કરી શકે છે. બીજા અઠવાડિયે તરણ આદર્શે પોતાની પોસ્ટમાં એમ પણ જણાવ્યું છે કે ફિલ્મનું એડવાન્સ બુકિંગ બીજા સપ્તાહમાં પણ ચાલી રહ્યું છે. તો અત્યારે આ ફિલ્મ તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમમાં પણ ડબ થઈ રહી છે. ઘણા અહેવાલો સામે આવ્યા છે જેમાં કહેવામાં આવી રહ્યું છે કે, ફિલ્મ ધ કાશ્મીર ફાઇલ્સ બ્લોકબસ્ટર હિટ સાબિત થશે. ફિલ્મે શનિવારે ૨૪ કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે. આ શનિવારને ‘એક્સ્ટ્રા ઓર્ડિનરી શનિવાર’ કહેવામાં આવે છે. કહેવામાં આવી રહ્યું છે કે નવમા દિવસે ફિલ્મે કુલ ૧૪૦ કરોડનું કલેક્શન કર્યું છે. તમને જણાવી દઈએ કે બીજા શુક્રવારે ફિલ્મે ૧૯ કરોડ ૧૫ લાખ રૂપિયાની કમાણી કરી લીધી છે. ગત સપ્તાહની કમાણી સાથે ‘ધ કાશ્મીર ફાઈલ્સ’એ ૧૦૦ કરોડનો આંકડો પાર કર્યો છે. આ ફિલ્મે કુલ ૧૧૬ કરોડ ૪૫ લાખ રૂપિયાનું કલેક્શન કર્યું હતું. અપડેટ્‌સ સામે આવ્યા કે ફિલ્મ ૧૧૯ કરોડને પાર કરી ગઈ છે.

The-Kashmir-Files-2.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *