Maharashtra

નાગિનની સિઝન ૬માં તેજસ્વી પ્રકાશ જાેવા મળશે લીડ રોલમાં

મુંબઈ
‘નાગિન‘ દર્શકોનો ફેવરિટ શો છે, જ્યારે પણ નવી સીઝન પાછી આવે છે ત્યારે ચાહકોમાં એક અલગ જ ક્રેઝ જાેવા મળે છે. હવે નાગીનની સિઝન ૬ ફરી આવી રહી છે. આ વખતે કઈ ટીવી અભિનેત્રી શોને લીડ કરશે તેનો પણ ખુલાસો થયો છે. બિગ બોસ ૧૪ની વિજેતા તેજસ્વી પ્રકાશને શોમાં મુખ્ય લીડ તરીકે દેખાશે. હવે એક વીડિયો સામે આવ્યો છે જેમાં સુરભી ચંદના તાંડવ કરતી જાેવા મળી રહી છે. આ વીડિયો જાેઈને ફેન્સ સુરભીને સવાલ કરતા જાેવા મળી રહ્યા છે કે શું તે આ સિઝનમાં ફરી જાેવા મળશે સુરભીએ જે વીડિયો પોસ્ટ કર્યો છે તેમાં તે જણાવી રહી છે કે તે ૬ કલાકથી ‘તાંડવ’ કરી રહી છે. આ વિડિયોમાં સુરભી ચંદના સાથે વી પર્લ પુરી પણ જાેવા મળે છે, આ વીડિયોમાં સુરભી પીળા કપડા પહેરીને ત્રિશૂળ સાથે ડાન્સ કરતી જાેવા મળે છે, ધીરે ધીરે તેનો ડાન્સ તાંડવનું રૂપ ધારણ કરી લે છે. પછી વી પર્લ પુરીની એન્ટ્રી થાય છે, શૉટ કટ થાય છે અને સેટ પર લોકો તાળીઓ પાડે છે. આ વીડિયો જાેઈને ફેન્સ કહી રહ્યા છે કે સુરભી પણ આ સિઝનમાં છે, હવે મજા આવશે. તો કોઈએ પૂછ્યું કે શું શોમાં તેજસ્વી અને સુરભી વચ્ચે હરીફાઈ થશે આ વીડિયોને શેર કરતાંએ કેપ્શનમાં લખ્યું- ‘ગઈ સાંજે તાંડવ ૬ કલાક સુધી ચાલ્યું હતુ. તે ખૂબ જ મુશ્કેલ હતું. પરંતુ જ્યારે તમારી સાથે આટલી સારી ટીમ હોય, ત્યારે તે થાય છે. આશા છે કે તમને તે ગમશે. અહેવાલો અનુસાર, આ શોના પ્રથમ કેટલાક એપિસોડ વસંત પંચમી પર આધારિત હશે. આ પોસ્ટ શેર કરતી વખતે સુરભીએ હેશટેગમાં બસંત પંચમીનો ઉલ્લેખ પણ કર્યો છે.

Surbhi-Chandna-Six-Hour-Countine-Tandav-Dance-On-Set.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *