Maharashtra

નાના પાટેકર આશ્રમ સિઝન-૪થી સિનેમા જગતમાં કમબેક કરશે

મુંબઈ
બોલીવુડના ઉમદા કલાકાર નાના પાટેકર છેલ્લા ઘણા સમયથી પડદા પરથી ગાયબ છે. દર્શકોએ છેલ્લીવાર નાનાને ૨૦૨૦માં આવેલી ફિલ્મ ‘ઈટ્‌સ માય લાઈફ’માં જાેયા હતા. બીજીબાજુ એવી ખબરો સામે આવી રહી છે કે નાના પાટેકર બે વર્ષ બાદ પ્રકાશ ઝાની વેબ સિરીઝના માધ્યમથી સિનેમા જગતમાં કમબેક કરવા જઈ રહ્યા છે. રિપોર્ટ્‌સની વાત માનવામાં આવે તો, એવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે, નાના પાટેકર વેબ સિરીઝ આશ્રમનાં પાર્ટ-૪થી કમબેક કરશે. જાેકે, બધી અટકળો પર પૂર્ણવિરામ મૂકતા નાના પાટેકરે જાતે જ પોતાનાં કમબેક પ્રોજેક્ટની સ્પષ્ટતા કરી. જી હાં, નાના પાટેકરે ખુલાસો કર્યો હતો કે, તે આશ્રમની ૪થી વેબ સિરીઝમાં નહીં પરંતુ ટૂંક સમયમાં રિલીઝ થનારી વેબ સિરીઝ ‘લાલ બત્તી’થી કમબેક કરશે. આ સિરીઝના માધ્યમથી નાના પાટેકર અને પ્રકાશ ઝા એકવાર ફરી સાથે કામ કરશે. આ પહેલા બંનેએ ૨૦૧૦માં આવેલી ફિલ્મ ‘રાજનીતિ’માં સાથે કામ કર્યુ હતુ. આ વિશે ખુલાસો કરતા નાના પાટેકરે જણાવ્યું કે, પ્રકાશ ઝાની વેબ સિરીઝ ‘લાલ બત્તી’ એક સોશિયો પૉલિટિકલ વેબ સિરીઝ છે. જેમાં રાજનીતિના કાળા પાનાને ઉજાગર કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે, નાના પાટેકર ફિલ્મમાં રાજનેતાનો કિરદાર અદા કરશે.

file-01-page-25.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *