Maharashtra

નીતિન દેશમુખની પત્નીએ પોતાના પતિ ગુમ થયાની ફરિયાદ નોંધાવી

મહારાષ્ટ્ર
ઉદ્ધવ ઠાકરે સરકારના બાગી ધારાસભ્યો સૂરતના લા મેરિડિયન હોટેલમાં ધામા નાખ્ય છે. વિધાનસન પરીષદની ચૂંટણીમાં ક્રોસ વોટિંગ કર્યા બાદ આ ધારાસભ્યો મહારાષ્ટ્ર છોડીને ગુજરાત આવી ગયા હતા. આ અંગેની જાણ પરીવારના સભ્યોને પણ નહોતી. નીતિન દેશમૂખની પત્નીએ પોતાના પતી ગુમ થયાની લેખીત અરજી કરી હતી. તો બીજી તરફ સૂરત આવેલા નીતિન દેશમુખની વહેલી સવારે ૪ વાગ્યે તબિયત લથડતા સિવિલમાં સારવાર માટે દાખલ કવરામાં આવ્યા હતા. સૂરત સિવિલમાં પોલીસનો ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. સૂરતમાં આલવામાં આવેલા મહારાષ્ટ્રના ધારાસભ્યોના પરીવારના સભ્યો પણ આ સમગ્ર ઘટનાથી અજાણ હોવાનું સામે આવ્યુ છે. કેમ કે, નીતિને દેશમૂખની પત્નીએ પોતાની પતિ ગુમ થયાની ફરિયાદ કરી છે અને તેમનો ફોન પણ નહી લાગતો હોવાની ફરિયાદ કરી છે. શિવસેનાના એક ધારાસબ્ય નીતિન દેશમૂખની તબિયત સવારે ચાવ વગ્યે લથડતા તેમને તાત્કાલિક સૂરત સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. સુરતની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં.સવારે ચાર વાગ્યે સિવિલ લવાયા હોવાથી સિવિલ હોસ્પિટલમાં પણ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.હાલ નીતિન દેશમુખને સિવિલ હોસ્પિટલના જૂના બિલ્ડીંગના સ્પેશિયલ રૂમમાં સારવાર અપાઈ રહી છે. નીતિન દેશમુખે બંદોબસ્તમાં રહેલા પોલીસકર્મચારીઓ સાથે પણ માથાકૂટ કરી હતી. ત્યાર બાદ તેઓ હોટલમાં બહાર આવીને બેસી ગયા હતા, પણ કોઈ વાહન ન હોવાને કારણે તેઓ ત્યાં ૧૫ મિનિટ સુધી બેસી રહ્યા હતા. ત્યાર બાદ તેમની તબિયત લથડતાં તેમને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવાયા હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *