Maharashtra

નુસરત ભરૂચાની ફિલ્મ જનહિત મેં જારી ફિલ્મનું ટ્રેલર રીલિઝ થયું

મુંબઈ
જનહિત મેં જારી ફિલ્મનું ટ્રેલર રીલિઝ થઇ ગયું છે. આ ફિલ્મમાં નુસરત ભરૂચા અને અનુધ સિંહ જાેવા મળશે. નુસરતની ફિલ્મ જનહિત મેં જારી ૧૦ જૂને રીલિઝ થવા જઈ રહી છે. આ ફિલ્મમાં નુસરત ભરૂચા એક એવી છોકરીનો રોલ નિભાવી રહી છે. આ ફિલ્મમાં નુસરત ભરૂચા મન્નુ નામની છોકરીનો રોલ નિભાવી રહી છે. જે કોન્ડોમ વેચવાનું કામ કરે છે. પૈસાની જરૂરિયાતને કારણે તેણે આ કામ શરૂ કર્યું હતું. પરંતુ ધીરે ધીરે તે આ કામને પસંદ કરવા લાગે છે. તે સમાજની વિચારસરણી બદલવાનો ર્નિણય કરે છે.કોન્ડોમનો ઉપયોગ કરવા લોકોને જાગૃત કરવા મન્નુ તેના મિશનમાં કેટલી સફળ થયા છે તે આ ફિલ્મ જાેયા બાદ ખબર પડશે. જાે કે, આ ફિલ્મમાં નુસરતની એક્ટિંગથી લોકો ફિદા થઈ ગયા છે. આ ફિલ્મનું દિગ્દર્શન જય બસંતુ સિંહે કર્યું છે. આ એક સોશિયલ કોમેડી ફિલ્મ છે. ફિલ્મના ટ્રેલરને સારો પ્રતિસાદ મળી રહ્યો છે. જાે કે, આ અગાઉ નુસરતે ફિલ્મનું પોસ્ટર અને ટીઝર શરે કર્યું હતું. જે બાદ લોકો દ્વારા નુસરતને ટ્રોલ પણ કરવામાં આવી હતી.આ ફિલ્મમાં મન્નુ કોન્ડોમ વેચવાની જાેબ કરતી જાેવા મળે છે. જાે કે, પરિવાર અને સમાજના લોકો મન્નુની આ જાેબનો વિરોધ પણ કરે છે. બજારમાં છોકરીના કોન્ડોમ વેચવાનું કોઇન ગમતું નથી. જાે કે, આ દરમિયાન મન્નુની લાઈફમાં પ્યારની એન્ટ્રી થાય છે અને બાદમાં બંનેના લગ્ન પણ થાય છે. અહીંયા સુધી તો બધુ બરોબર હતું પરંતુ હવે ફિલ્મની ખરેખર સ્ટોરી શરૂ થયા છે. કોન્ડોમ વેચવાની જાેબને કારણે મન્નુના લગ્ન જીવનમાં તણાવ પેદા થયા છે. પરિવારજનો અને લોકોના વિરોધ સામે મન્નુ પોતાનો અવાજ ઉઠાવે છે. મન્નુની આ લડાઈ ફિલ્મનો ક્લાઈમેકસ છે.

Janhit-Main-Jaari-Film-Viollence.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *