Maharashtra

પંડિત ભીમસેન જાેશીના જન્મદિવસે ચાહકોએ તેમને યાદ કર્યા

મુંબઈ
પંડિત ભીમસેન જાેશીનો જન્મ ૪ ફેબ્રુઆરી ૧૯૨૨ના રોજ કર્ણાટકના ગડગમાં થયો હતો. તેમના પિતાનું નામ ગુરુરાજ જાેશી હતું, જેઓ સ્થાનિક હાઈસ્કૂલના મુખ્ય શિક્ષક અને કન્નડ, અંગ્રેજી અને સંસ્કૃતના વિદ્વાન હતા. ભીમસેન જાેશીના પરિવારમાં લગભગ દરેક જણ સંગીત સાથે સંકળાયેલા છે. ભીમસેન જાેશી કિરાણા ઘરાનાના શાસ્ત્રીય ગાયક હતા. તેણે ૧૯ વર્ષની ઉંમરે જ ગાવાનું શરૂ કર્યું. વધુમાં તેમણે સાત દાયકા સુધી શાસ્ત્રીય ગાવાનું ચાલુ રાખ્યું. ભીમસેન જાેશીએ તેમની ગાયકી શૈલીથી કર્ણાટક જ નહીં પરંતુ સમગ્ર ભારતને ગૌરવ અપાવ્યું છે પંડિત ભીમસેન જાેશીને ભારત રત્નથી પણ સન્માનિત કરવામાં આવી ચુક્યા છે. આ ઉપરાંત તેમને પદ્મ વિભૂષણ, પદ્મ ભૂષણ અને બીજા ઘણા પુરસ્કારોથી પણ સન્માનિત કરવામાં આવ્યા છે. ભીમસેન જાેશીની ગણના દેશ-વિદેશમાં લોકપ્રિય હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીતના મહાન ગાયકોમાં થાય છે. ભીમસેન જાેશીને બાળપણથી જ સંગીતમાં રસ હતો. તેઓ કિરાણા ઘરાનાના સ્થાપક અબ્દુલ કરીમ ખાનથી ખૂબ પ્રભાવિત હતા. વર્ષ ૧૯૩૨માં તેઓ ગુરુની શોધમાં ઘર છોડીને ચાલ્યા ગયા હતા. જે પછી તે બીજા બે વર્ષ બીજાપુર, પુણે અને ગ્વાલિયરમાં રહ્યા હતા. તેમણે ગ્વાલિયરમાં ઉસ્તાદ હાફિઝ અલી ખાન પાસેથી સંગીતના પાઠ પણ લીધા હતા. અને તેમણે અબ્દુલ કરીમ ખાનના શિષ્ય પંડિત રામભાઉ કુંડલકર પાસેથી શાસ્ત્રીય સંગીતનું પ્રારંભિક શિક્ષણ લીધું હતું. પંડિત ભીમસેન જાેશી વર્ષ ૧૯૩૬માં જાણીતા ખયાલ ગાયક હતા. ખયાલની સાથે તેમને ઠુમરી અને ભજનમાં પણ નિપુણતા હતી. ભીમસેન જાેશીએ બે લગ્ન કર્યા હતા. તેમની પ્રથમ પત્ની સુનંદા કટ્ટી હતી, જેની સાથે તેમણે ૧૯૪૪માં લગ્ન કર્યા હતા સુનંદા થી ચાર બાળકો રાઘવેન્દ્ર, ઉષા, સુમંગલા અને આનંદ હતા. ૧૯૫૧માં તેમને કન્નડ નાટક ભાગ્ય શ્રીમાં તેણીની સહ કલાકાર વત્સલા મુધોળકર સાથે લગ્ન કર્યા. પરંતુ તેણે ન તો તેની પહેલી પત્નીને છૂટાછેડા આપ્યા અને ન તો તેનાથી અલગ થયા. તો બીજી તરફ વત્સલાથી પણ તેને ત્રણ બાળકો જયંત, શુભદા અને શ્રીનિવાસ જાેશી થયા હતા. સમયની સાથે તેની બંને પત્નીઓ સાથે રહેવા લાગી અને બંને પરિવાર પણ એક થઈ ગયા. પરંતુ બાદમાં જ્યારે તેમને લાગ્યું કે આ યોગ્ય નથી. ત્યારે તેમની પ્રથમ પત્ની અલગ થઈ ગઈ અને પુણેના સદાશિવ પેઠના લીમવાડીમાં ભાડાના મકાનમાં રહેવા લાગી હતી. ભીમસેન જાેશીએ વર્ષ ૧૯૪૧માં માત્ર ૧૯ વર્ષની ઉંમરે સ્ટેજ પર પોતાનું પ્રથમ પરફોર્મન્સ આપ્યું હતું. તેમનું પહેલું આલ્બમ ૨૦ વર્ષની ઉંમરે રિલીઝ થયું હતું જેમાં કન્નડ અને હિન્દીમાં કેટલાક ધાર્મિક ગીતો હતા. આના બે વર્ષ પછી તેણે મુંબઈમાં રેડિયો કલાકાર તરીકે કામ કરવાનું શરૂ કર્યું. પંડિત ભીમસેન જાેશીનું અવસાન ૨૪ જાન્યુઆરી ૨૦૧૧ના રોજ થયું હતું.

Pandit-Bhimsen-Joshi.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *