Maharashtra

પાકિસ્તાનમાં ધ લેજેન્ડ ઓફ મૌલા જાટ સૌથી મોંઘી ફિલ્મ

મુંબઈ
હાલ બોલીવુડમાં લાલસિંહ ચડ્ડા, તો પાકિસ્તાનમાં ધ લેજેન્ડ ઓફ મૌલા જાટનો દબદબો છે. લોલીવુડ સાંભળી હેરાન ન થતાં લોલીવુડ એટલે પાકિસ્તાની ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝ. જયારથી ધ લેજેન્ડ ઓફ મૌલા જાટ ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયુ છે ત્યારેથી તે ટોક ઓફ ધ ટાઉન બન્યુ છે. ટ્રેલરમાં ફવાદ ખાનનો કિલર લૂક, માહિરા સાથે તેની કેમેસ્ટ્રી અને વિલન નૂરી નથનો ખૂંખાર લૂક લોકોને ખૂબ પસંદ આવી રહ્યો છે. ધ લેજેન્ડ ઓફ મૌલા જાટ પાકિસ્તાનમાં બનેલી સૌથી મોંઘી ફિલ્મ છે. આ હાઈ બજેટ ફિલ્મમાં બધુ જ છ વન છે. ફિલ્મના હીરોનો લૂક જાેરદાર છે, તો વિલન પણ કંઈ કમ નથી. ધ લેજેન્ડ ઓફ મૌલા જાટમાં ખૂંખાર વિલન નૂરી નથનું પાત્ર પાકિસ્તાનના ટોપ એક્ટર હમઝા અલી અબ્બાસી ભજવી રહયા છે. ફિલ્મમાં તેમની અને મૌલા જટ્ટ વચ્ચેની જબરદસ્ત ફાઈટ જાેવા મળશે. હમઝા પાકિસ્તાનના જાણીતા ફિલ્મ અને ટીવી એક્ટર છે. હમઝાને પ્યારે અફઝલ શોથી જ લોકપ્રિયતા મળી છે. તો સીરિયલ મન મયાલમાં પણ તેમને ખૂબ પસંદ કરવામાં આવ્યા હતા. વર્ષ ૨૦૦૬માં પ્લે ડેલી ઈન ધ ડાર્કથી પોતાના કરિયરની શરૂઆત કરી હતી. હમઝા શોર્ટ ફિલ્મ ધ ગ્લોરિયસ રિસોલ્વમાં પણ જાેવા મળ્યા હતા. જે બાદ એક ફિચર ફિલ્મ… મેં હું શાહિદ આફ્રિદી ઔર વો… માં જાેવા મળ્યા હતા. આ ઉપરાંત હમઝા અફઝલ, બુર્કા એવેન્જર અને અલીફ જેવા પાકિસ્તાની શોમાં જાેવા મળ્યા હતા. હમઝા મુસ્લિમ પરિવારમાં જન્મ્યા છે. જે બાદ અમુક સમય સુધી તેઓ નાસ્તિક બનીને રહ્યાં હતાં. હવે તેઓ પોતાની મુસ્લિમ તરીકેની ઓળખ આપે છે. હમઝાએ ઈન્ટરનેશનલ રિલેશન્સમાં બેચરલ કર્યુ છે. તો ફિલ્મ મેકિંગમાં આવતા પહેલા હમઝાએ પોલીસમાં સિવિલ સર્વિસમાં ઓફિસર તરીકે ફરજ નિભાવી છે. પોતાની સરાહનિય એક્ટિંગથી જાણીતા હમઝા બેબાક પણ છે. હંમેશા તેઓ કોઈકને કોઈક વિવાદોથી ચર્ચામાં રહે છે. ઈસ્લામ પ્રત્યેના પોતાના વિચારોને લઈને તેઓ ઘણી વખત ટ્રોલ થઈ ચુક્યા છે.

File-01-Page-27.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *