મુંબઈ
કાર્તિક આર્યન ફિલ્મ ‘ભૂલ ભુલૈયા ૨’ થી મળેલી અણધારી સફળતાથી ખૂબ જ ખુશ છે અને તેની લગભગ રૂપિયા ૯૦ કરોડના બજેટમાં બનેલી ફિલ્મે ગ્લોબલ બોક્સ ઓફિસ પર રૂપિયા ૨૫૦ કરોડથી વધુનો બિઝનેસ કરતા આ યંગ એક્ટર રાતોરાત પહેલી હરોળના એક્ટર્સની શ્રેણીમાં સ્થાન મેળવી ચૂક્યો છે અને તેને એક પછી એક મોટા પ્રોજેક્ટ્સ ઓફર થઈ રહ્યા છે. ફિલ્મોની સાથે કાર્તિકની બ્રાન્ડ વેલ્યૂમાં પણ વધારો થયો છે અને કાર્તિકને એક પછી એક અનેક બ્રાન્ડ્સ તેમના એન્ડોર્સમેન્ટ કેમ્પેઈનમાં જાેડવા ઈચ્છી રહી છે. રિસન્ટલી, એક પાનમસાલા બ્રાન્ડે કાર્તિકને તેમનો બ્રાન્ડ એમ્બેસેડર બનાવવા કોન્ટેક્ટ કર્યો હતો પરંતુ કાર્તિકે આ મામલે સ્માર્ટ ડિસિઝન લીધું છે. કાર્તિકને એક પાન મસાલા બ્રાન્ડે તેમની સાથે જાેડાવા માટે રૂપિયા ૯ કરોડની ઓફર આપી હતી અને કાર્તિકે તેનું સ્ટારડમ જાણવી રાખવા અને વિવાદથી બચવા માટે આટલી મોટી રકમને પણ ઠુકરાવી દીધી છે. યુથ આઈકોન ગણાતા કાર્તિકે સમજદારી દાખવીને આ ઓફરને ના કહેતા તેના ચાહકોએ પણ રાહતનો શ્વાસ લીધો છે. કાર્તિકે ધાર્યું હોત તો, આટલી મોટી રકમ સાંભળીને પાન મસાલા બ્રાન્ડ સાથે જાેડાઈ ગયો હોત પરંતુ અત્યારે વિરોધના ચાલી રહેલા ટ્રેન્ડ અને પોતાની બ્રાન્ડ ઈમેજને સાચવવાના ઉદ્દેશથી તેણે આ પાન મસાલા બ્રાન્ડની ઓફર નકારી દીધી છે. આ પહેલા પણ અનેક એક્ટર્સ તેમની ઈમેજ વિરુદ્ધ પાન મસાલા બ્રાન્ડનું કેમ્પેઈન કરી ચૂક્યા છે. જેમાં અજય દેવગણ, શાહરુખ ખાન, અમિતાભ બચ્ચન, રણવીર સિંહ, અક્ષય કુમાર જેવા ઈન્ડસ્ટ્રીના મોટા નામ સામેલ છે. ફિટનેસ અંગે હંમેશા સલાહ આપતા અને પોતાની લાઈફ સ્ટાઈલથી લોકો સમક્ષ દ્રષ્ટાંત ઊભું કરનાર અક્ષયને પાન મસાલા બ્રાન્ડને એન્ડોર્સ કરતા જાેઈને તેના ફેન્સ સહિત દેશભરના લોકોએ વિરોધ કર્યો હતો અને સોશિયલ મીડિયા પર પણ અક્ષયે ટ્રોલિંગ અને વિરોધનો સામનો કરવો પડ્યો હતો. આ મામલે, બિગ બી પણ તેમના ચાહકોની માફી માગી ચૂક્યા છે અને ભવિષ્યમાં આવી ભૂલ ફરી નહિ થાય તેવી બાંહેધરી પણ આપી ચૂક્યા છે.
