Maharashtra

પીઢ અભિનેત્રી વહીદા રહેમાન પોતાનો ૮૪મો જન્મદિવસ ઉજવી રહી છે

મુંબઈ
૫૦થી ૬૦ના દાયકામાં વહીદાએ પોતાના અભિનયથી લોકોના દિલમાં એક અલગ જ ઓળખ બનાવી છે. આજે પણ લોકો તેની એક્ટિંગ અને ડાન્સના દિવાના છે. વહીદા રહેમાને હિન્દી સિનેમામાં પોતાની અલગ ઓળખ બનાવી છે. તેણે ગુરુદત્ત સાથે હિન્દી ફિલ્મમાં પ્રવેશ કર્યો હતો. તેમનો જન્મ ૧૯૩૮માં ચેંગાસપટ્ટુ, તમિલનાડુમાં થયો હતો. તેમને નાનપણથી જ સંગીત અને નૃત્યનો શોખ હતો. વહીદાને બાળપણમાં ડૉક્ટર બનવાની ઈચ્છા હતી. પરંતુ પરિવારની આર્થિક સ્થિતિ નબળી હોવાના કારણે તેણે ફિલ્મોમાં કામ કરવું પડ્યું. હિન્દી સિવાય વહિદાએ તમિલ, મલયાલમ અને બંગાળી ફિલ્મોમાં પણ કામ કર્યું છે. વહીદાએ ૧૯૫૬માં તમિલ ફિલ્મોથી કરિયરની શરૂઆત કરી હતી. તેણે પોતાની હિન્દી ફિલ્મ કારકિર્દીની શરૂઆત ગુરુ દત્ત સાહેબની ફિલ્મ ઝ્રૈંડ્ઢ થી કરી હતી. આ પછી તેણે ‘પ્યાસા’, ‘કાગઝ કે ફૂલ’, ‘ગાઈડ’, ‘નીલકમલ’, ‘રામ ઔર શ્યામ’, ‘તીસરી કસમ’ જેવી હિટ ફિલ્મોમાં શાનદાર અભિનય કર્યો છે. અભિનેત્રી પણ ઘણી સારી ડાન્સર છે. અભિનેત્રીએ પોતાના ફિલ્મી કરિયરમાં ઘણા દિગ્ગજ કલાકારો સાથે કામ કર્યું છે. વહીદાએ મેગાસ્ટાર અમિતાભ બચ્ચન સાથે પણ કામ કર્યું છે. તેણે તેની ફિલ્મ રેશ્મા ઔર શેરાના શૂટિંગ દરમિયાન કપિલના શોમાં એક રસપ્રદ કિસ્સો સંભળાવ્યો. તેણે કહ્યું કે ફિલ્મ રેશ્મા ઔર શેરાના શૂટિંગ દરમિયાન ફિલ્મના એક સીનમાં મારે અમિતાભ બચ્ચનને થપ્પડ મારવી પડી હતી. શુટિંગ શરૂ થાય તે પહેલા જ વહીદા રહેમાને અમિતાભ બચ્ચનને મજાકમાં કહી દીધું હતું કે તૈયાર રહો, હું તને જાેરથી થપ્પડ મારીશ. ડિરેક્ટરે એક્શન કહ્યું કે, તરત જ વહીદાએ અમિતાભ બચ્ચનને થપ્પડ મારી દીધી. જાેકે, શૂટિંગ દરમિયાન અમિતાભને ભૂલથી થપ્પડ મારી દેવામાં આવી હતી. જ્યારે સીન પૂરો થયો, ત્યારે અમિતાભ વહીદા રહેમાન પાસે ગયા અને કહ્યું કે વહીદા જી ખૂબ સરસ,ત્યારપછી આ સ્ટરી ઘણી ફેમસ થઈ ગઈ. વહીદા રહેમાનને પદ્મશ્રી અને પદ્મ ભૂષણથી પણ સન્માનિત કરવામાં આવ્યા છે. તેને બે વખત ફિલ્મફેર અને નેશનલ એવોર્ડ પણ મળ્યો છે. વહીદાએ ૧૯૭૪માં એક્ટર શશિ રેખી સાથે લગ્ન કર્યા હતા. બંનેએ ઘણી ફિલ્મોમાં સાથે કામ કર્યું છે. અભિનેત્રીને બે બાળકો છે.

Vahida-Raheman.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *