મુંબઈ
ગોલ્ડમેન સાશ એ પેટીએમના પ્રાઇસ ટાર્ગેટને ઘટાડીને ૧૪૬૦ રૂપિયા કરી દીધી છે પરંતુ તેનું રેટિંગ ‘હીેંટ્ઠિઙ્મ’થી અપગ્રેડ કરીને ‘હ્વેઅ’ કરી દીધું છે. બ્રોકરેજ ફર્મમાં પેટીએમના ત્રીજા ત્રિમાસિકના રિઝલ્ટ બાદ આવું કર્યું છે. તેણે કંપનીના શેર માટે જે પ્રાઇસ ટાર્ગેટ રાખ્યો છે તે શુક્રવારના બંધ ભાવથી ૫૩ ટકા વધુ છે. ગોલ્ડમેન સાશનું કહેવું છે કે માર્કેટમાં તેજી રહી તો કંપનીનો શેર ૨૦૯૦ રૂપિયા સુધી જઇ શકે છે પરંતુ ઘટાડો આવ્યો તો આ ૮૨૦ રૂપિયા સુધી આવી શકે છે. વિદેશી બ્રોકરેજ ફર્મ એ એક નોટમાં કહ્યું કે પેટીએમના શેરની કિંમતમાં આ વર્ષે ૩૦ ટકા ઘટાડો આવ્યો છે. આગળ તેમાં ૧૧૯ ટકાની તેજી કે ૧૪ ટકાનો ઘટાડો આવી શકે છે. કંપનીએ શનિવારના રોજ પોતાના ત્રિમાસિક પરિણામ જાહેર કર્યા હતા. ત્યારબાદ આજે કંપનીના શેરમાં સવારે તેજી જાેવા મળી. સવારે તે ૧.૮૩ ટકાની તેજી સાથે ૯૭૦.૬૫ રૂપિયા પર ટ્રેડ કરી રહ્યો હતો. બપોર બાદ એક વાગ્યે ૦.૨૦ ટકાની તેજી સાથે ૯૫૫.૨૦ રૂપિયા પર ટ્રેડ કરી રહ્યો હતો. ૩૧મી ડિસેમ્બરના રોજ પૂરા થતા ત્રિમાસિકમાં પણ પેટીએમની ખોટ વધીને ૭૭૮ કરોડ રૂપિયા થઇ ગયા છે. કંપનીનો શેર નવેમ્બરમાં લિસ્ટ થયો હતો પરંતુ પહેલાં જ દિવસે રોકાણકારોને મોટી નુકસાની થઇ હતી. તેની પ્રાઇસ બેન્ડ ૨૧૫૦ રૂપિયા હતી પરંતુ તે કયારેય તેની આસપાસ પહોંચી શકી નથી. શુક્રવારના રોજ ૯૫૨.૯૦ રૂપિયાની સપાટી પર બંધ રહ્યો હતો. આ જ રીતે તેના ભાવ ઇશ્યૂ પ્રાઇસથી અડધાથી પણ ઓછા રહ્યા છે.