મુંબઈ
બોલિવૂડ ઈન્ડસ્ટ્રી “પ્રકાશ ઝા”નું કોઈ નાનું નામ નથી શ્રેષ્ઠ ફિલ્મ નિર્માતાઓમાંના એક છે. બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં હિન્દી સિનેમામાંના ઇતિહાસમાં સામાજિક મુદ્દાઓ પર શ્રેષ્ઠ ફિલ્મ બનાવવા માટે ખુબ જ જાણીતા છે. જેમનો જન્મ ૨૭ ફેબ્રુઆરી ૧૯૫૨ના રોજ બિહારના ચંપારણમાં થયો હતો. પ્રારંભિક શિક્ષણ સૈનિક સ્કૂલ તિલૈયામાંથી અને આગળનો અભ્યાસ કેન્દ્રીય વિદ્યાલય બોકારોમાંથી પૂર્ણ કર્યો ત્યાર પછી દિલ્હી યુનિવર્સિટીમાંથી બીએસસી ઓનર્સમાં ગ્રેજ્યુએશન કર્યું. પ્રકાશ ઝાએ ૧૯૮૪માં આવેલી ફિલ્મ હિપ હિપ હુરેથી હિન્દી સિનેમામાં દિગ્દર્શક તરીકેની શરૂઆત કરી હતી. આ ફિલ્મ બોન્ડેડ લેબર પર આધારિત છે. પ્રકાશ ઝાની પ્રથમ ફિલ્મને નેશનલ એવોર્ડ મળ્યો હતો. આ ફિલ્મ પછી તેણે ઘણી એવોર્ડ વિજેતા ડોક્યુમેન્ટ્રીનું નિર્દેશન કર્યું. પ્રકાશ ઝાએ પોતાના કરિયરની શરૂઆત ડોક્યુમેન્ટ્રી ‘અંડર સે બ્લુ’થી કરી હતી. આ પછી પ્રકાશ ઝાએ આઠ વર્ષ સુધી ઘણી ડોક્યુમેન્ટ્રી બનાવી. આ દરમિયાન તેણે બિહારના રમખાણો પર એક શોર્ટ ફિલ્મ બનાવી. રિલીઝ થયાના થોડા દિવસો બાદ તેના પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો, પરંતુ તે ફિલ્મ માટે તેને નેશનલ એવોર્ડ મળ્યો હતો. પ્રકાશ ઝાએ વર્ષ ૨૦૧૦માં ફિલ્મ ‘રાજનીતિ’ બનાવી હતી. વિવેચકો અને દર્શકો દ્વારા આ ફિલ્મની ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી. આ ફિલ્મમાં અજય દેવગણ, કેટરિના કૈફ, અર્જુન રામપાલ, મનોજ બાજપેયી અને રણબીર કપૂર જાેવા મળ્યા હતા. આ પછી તેણે ફિલ્મ ‘આરક્ષણ’ બનાવી. આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન, સૈફ અલી ખાન, દીપિકા પાદુકોણ અને પ્રતિક બબ્બર મુખ્ય ભૂમિકામાં જાેવા મળ્યા હતા. જાે કે આ ફિલ્મને એટલી પસંદ કરવામાં આવી ન હતી. આ પછી તેણે ‘સત્યાગ્રહ’ ફિલ્મ બનાવી. પ્રકાશ ઝાએ તાજેતરમાં જ વેબ સિરીઝમાં એન્ટ્રી કરી હતી અને બોબી દેઓલ સાથે ‘આશ્રમ’નું નિર્માણ કર્યું હતું. જે લોકોને ખૂબ જ પસંદ આવ્યું હતું. આ વેબ સિરીઝ પછી બોબી દેઓલની એક્ટિંગની પણ ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી. બહુ ઓછા લોકો જાણે છે કે તે નાનપણથી જ ચિત્રકાર બનવા માંગતા હતા, પરંતુ મુંબઈ આવ્યા પછી જ્યારે તેને ધર્મ ફિલ્મનું શૂટિંગ જાેવાનો મોકો મળ્યો. ત્યારથી જ તેણે નક્કી કરી લીધું હતું કે તે ફિલ્મમેકર બનશે. આ માટે તેણે વર્ષ ૧૯૭૩માં ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઈન્સ્ટિટ્યૂટમાં એડમિશન લીધું હતું. પ્રકાશ ઝાએ નેપાળી અભિનેત્રી દીપ્તિ નવલ સાથે લગ્ન કર્યા છે. બંનેને એક દત્તક પુત્રી નિશા છે.


