Maharashtra

પ્રકાશ ઝાની ફિલ્મ મટ્ટો કી સાઈકલ સપ્ટેમ્બરમાં રિલીઝ થશે

મુંબઈ
પ્રકાશ ઝાની ફિલ્મ મટ્ટો કી સાઈકલનું ટ્રેલર સોમવારે રીલિઝ થયું હતું. ૨૦૨૦માં બુસાન ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં આ ફિલ્મનું પ્રીમિયર યોજાયુ હતું. ફિલ્મમાં પ્રકાશે લીડ રોલ કર્યો છે. જેને પોતાની સાઈકલ પર ખૂબ પ્રેમ છે. એક દિવસ સાઈકલને ટ્રેક્ટર ટક્કર મારે છે. પ્રકાશે ફિલ્મ અંગે જણાવ્યું હતું કે, તેની સ્ક્રિપ્ટ વાંચીને ૧૯૮૦ના દસકાની યાદ આવી હતી. તે સમયે કરિયર શરૂ થઈ રહી હતી અને આકરી મહેનત કરવી પડતી હતી. સ્ટોરી એટલી બધી ગમી ગઈ કે, તેને પ્રોડ્યુસ કરવાની સાથે એક્ટિંગ કરવાનું પણ નક્કી કર્યું. ૯૫ મિનિટની આ ફિલ્મમાં રોજમદાર કામદારની કથા છે. તેના માટે પરિવારની જેમ સાઈકલ પણ ખૂબ વ્હાલી છે. ફિલ્મનું શૂટિંગ મથુરામાં થયું હતું. ૧૬ સપ્ટેમ્બરે તેને થીયેટરમાં રિલીઝ કરવામાં આવશે.

File-01-Page-27.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *