મુંબઈ
ભારત પ્રવાસે આવેલા દક્ષિણ આફ્રિકાની ટીમના કેટલાક ખેલાડીઓનો ૨જી જૂને પ્રથમ ટેસ્ટ હાથ ધરાયો હતો. જેમાં માર્કરમનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. જાે કે ત્યારબાદ કરાયેલા કોરોના ટેસ્ટમાં તે પોઝિટિવ આવ્યો હતો. માર્કરમ કોરોનાગ્રસ્ત થતા પ્રથમ ટી૨૦ માટેની ટીમની પસંદગી માટે તે ઉપલબ્ધ નહતો. તેના સ્થાને ટીમમાં યુવા ખેલાડી ટ્રિસ્ટન સ્ટબ્સને લેવાયો હોવાનું બાવુમાંએ જણાવ્યું હતું. ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે દિલ્હીમાં પ્રથમ ટી૨૦ અગાઉ પ્રોટીઝ ટીમનો ખેલાડી એડીન માર્કરમ કોરોના સંક્રમિત થતા તેને પ્રથમ મેચમાં ટીમમાંથી બાકાત રાખવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે માર્કરમ તાજેતરમાં આઈપીએલમાં રમ્યો હતો અને તેનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવતા તે ભારત સામેની પ્રથમ ટી૨૦માં દક્ષિણ આફ્રિકાની ટીમમો હિસ્સો નથી તેમ કેપ્ટન ટેમ્બા બાવુમાએ ટોસ વખતે જણાવ્યું હતું.


