મુંબઈ
પ્રીતિ ઝિંટાએ પોતે ટિ્વટર પર આ વિશે માહિતી આપી છે. તેણે લખ્યું, “આ વર્ષે હું આઈપીએલ ઓક્શનમાં ભાગ લઈ શકીશ નહીં કારણ કે હું મારા નાના બાળકોને છોડીને ભારત નહીં આવી શકું. છેલ્લા કેટલાક દિવસોથી, હું અને મારી ટીમ હરાજી અને ક્રિકેટની તમામ બાબતો સાથે મળીને ચર્ચા કરવામાં વ્યસ્ત છીએ. હું આ માહિતી મારા પ્રશંસકો સાથે શેર કરવા અને તેમને પૂછવા માંગુ છું કે શું તેમની પાસે અમારી નવી ટીમ માટે કોઈ ખેલાડીના સૂચનો અથવા ભલામણો છે. મને એ જાણવાનું ગમશે કે તમે આ વર્ષે લાલ જર્સીમાં કોને જાેવા માગો છો. પ્રીટિને એક યુઝરે કમેન્ટ સેક્શનમાં પૂછ્યું, “તો પંજાબ કિંગ્સની હરાજી કોણ કરશે?” અન્ય એક યુઝરે લખ્યું, ડેવિડ વોર્નરને તમારી ટીમમાં લાવો. તે તમારા માટે ફાયદાકારક રહેશે અને કાગિસો રબાડાને પણ અજમાવો. ૈંઁન્ ૨૦૨૨મી સિઝન માટે હરાજી ૧૨ અને ૧૩ ફેબ્રુઆરીએ બેંગલુરુમાં થશે. પ્રીટિ સરોગસીની મદદથી ગયા વર્ષે નવેમ્બરમાં જાેડિયા બાળકોની માતા બની હતી. માતા બન્યા પછી પ્રીટિ પોતાના બાળકોની સંભાળમાં ઘણી વ્યસ્ત રહે છે. લગ્નના પાંચ વર્ષ પછી પ્રીટિ અને તેના પતિ જીન ગુડઇનફના ઘરમાં પારણું બંધાયું હતું. પ્રીટિએ આ સમાચારની જાણકારી સોશિયલ મીડિયા દ્વારા ફેન્સને આપી હતી. તેના બે બાળકોનું નામ જય ઝિન્ટા ગુડઇનફ તથા જિયા ઝિન્ટ ગુડઇનફ છે.બેંગલુરુમાં યોજાનાર ઈન્ડિયન પ્રીમિયર લીગના મેગા ઓક્શનમાં પંજાબ કિંગ્સની સહ-માલકિન પ્રીટિ ઝિન્ટા આ વખતે ઓક્શનમાં ભાગ નહીં લઈ શકે. તાજેતરમાં માતા બનેલી પ્રીટિએ સોશિયલ મીડિયા પર તેની જાણકારી શેર કરી અને તેની પાછળનું કારણ જણાવ્યું. સાથે જ પ્રીટિએ એ પણ જણાવ્યું કે, તે આ સમયે પોતાના નાના બાળકોને એકલા છોડવા નથી માગતી.


