Maharashtra

ફરહાન અખ્તરે પત્નિ શિબાની સાથેના ફોટા શેર કર્યા

મુંબઈ
ફરહાન અખ્તર અને શિબાની દાંડેકરે હાલમાં જ લગ્ન કર્યા છે. તેમના ચાહકો તેમના દ્વારા લગ્નના ફોટોઝ શેર કરવાની રાહ જાેઇ રહ્યા હતા. હવે આખરે ફરહાન અને શિબાનીએ લગ્નની તસવીરો શેર કરી છે. ફોટો શેર કરતા ફરહાને લખ્યું કે, થોડા દિવસો પહેલા શિબાની અને મેં અમારું યુનિયન સેલિબ્રેટ કર્યું હતું અને અમે તે બધા લોકોના આભારી છીએ જેમણે તે દિવસે અમારી પ્રાઈવસીનું સંપૂર્ણ ધ્યાન રાખ્યું. જાે કે, આ ફોટા શેર કર્યા વિના આ સેલિબ્રેશન અધૂરું હતું. અમારી સાઇડથી તમારા માટે પ્રેમ. બીજી તરફ શિબાનીએ ફરહાન સાથેના ફોટા શેર કર્યા અને લખ્યું, હાય પતિર્ ચાહકોની સાથે સેલેબ્સ પણ બંનેના ફોટો પર ઘણો પ્રેમ વરસાવી રહ્યા છે. દરેક લોકો બંનેને અભિનંદન આપી રહ્યા છે.

Farhan-Akhtar-Weding-Photos-2.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *