મુંબઈ
ગત મહિને બોક્સ ઓફિસ પર રિલીઝ થયેલી ‘ભૂલ ભુલૈયા ૨’એ અનેક નવા રેકોર્ડ સર્જ્યા છે અને આ વર્ષે બોલિવૂડ ફિલ્મના કમાણીના આંકડાની દ્રષ્ટિએ ‘ધ કાશ્મીર ફાઈલ્સ’ બાદ બીજા નંબરે પહોંચી ચૂકી છે.કાર્તિક આર્યન અને કિયારા અડવાણીને ચમકાવતી આ ફિલ્મમાં તબુએ પણ મહત્વનું કિરદાર નિભાવ્યું હતું અને ઓડિયન્સને તબુની સાથે કાર્તિકની સ્ક્રીન પ્રેઝન્સ ખૂબ જ પસંદ આવી હતી. ફિલ્મની સક્સેસના કારણે પ્રોડ્યુસર્સ ખુશ છે અને તેઓએ કાર્તિકને મોંઘી દાટ કાર ગિફ્ટ કરી છે. ટી-સિરીઝના ઓનર ભૂષણ કુમારે ફિલ્મના સક્સેસ બદલ કાર્તિકને ભારતની પહેલી મેકલોરેન જીટી કાર ગિફ્ટ કરી છે. જેની ભારતમાં કિંમત લગભગ ૪ કરોડની આસપાસ છે. આ ગિફ્ટ મળવાથી ખુશ કાર્તિકે ભૂષણ કુમાર સાથે કારની પાસે ઊભા રહીને ફોટો ખેંચાવ્યો હતો અને તેને સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કર્યો હતો અને કેપ્શનમાં લખ્યું હતું કે, ‘મહેનત કા ફલ મીઠા હોતા હૈ, સુના થા, ઈતના બડા હોગા નહિ પતા થા.. અગલા ગિફ્ટ પ્રાઈવેટ જેટ સર’ રિસન્ટલી, ઓટીટી પ્લેટફોર્મ નેટફ્લિક્સ પર રિલીઝ થયેલી આ ફિલ્મે ગ્લોબલ બોક્સ ઓફિસ પર રૂપિયા ૧૭૫ કરોડથી વધુની કમાણી કરી છે અને ફિલ્મના ડિજિટલ રાઈટ્સ માટે ફિલ્મના પ્રોડ્યુસર્સને રૂપિયા ૩૦ કરોડની રકમ મળી હોવાનું સામે આવ્યું છે.