મુંબઈ
ફિલ્મ મેકર લીના મણિમેકલાઈની અપકમિંગ ડોક્યુમેન્ટ્રી ફિલ્મ કાલીના પોસ્ટરે નવો વિવાદ ઉભો કર્યો છે. સોશિયલ મીડિયા પર આ ફિલ્મનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. આ દરમિયાન એક જાણીતા ફિલ્મ મેકરે કાલી ફિલ્મના આ વિવાદિત પોસ્ટર સામે વાંધો ઉઠાવ્યો છે અને પોતાનો અભિપ્રાય શેર કર્યો છે. આ પોસ્ટમાં કાલી માતાને સિગરેટ પીતા બતાવવામાં આવ્યા છે. જેવું લીના મણિમેકલાઈની શોર્ટ ફિલ્મ કાલીનું પોસ્ટર રીલિઝ કરવામાં આવ્યું. ત્યારબાદથી તેના વિરૂદ્ધ જનઆક્રોશ જાેવા મળી રહ્યો છે. આ વચ્ચે બોલીવુડના જાણીતા ફિલ્મ મેકર અશોક પંડિતે પણ રોષ વ્યક્ત કર્યો છે. અશોક પંડિતે તેમના ઓફિશિયલ ટિ્વટર હેન્ડલ પર ટ્વીટ કરી લખ્યું છે કે, શું હવે સુપ્રીમ કોર્ટ જેમના તરફથી તાજેતરમાં ઉદયપુર હિંસામાં મરનાર કન્હૈયા લાલની હત્યા માટે નુપુર શર્માને દોષિત ઠહેરાવ્યા હતા. એવામાં એક ફિલ્મ નિર્માતા સામે કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નહીં. જેમણે હિન્દુ દેવી કાલી માતાને ગાળ આપી છે, શું હવે તેમને જેલ મોકલવામાં આવશે નહીં. અશોક પંડિતના આ નિવેદન બાદ સોશિયલ મીડિયા પર લોકોની પ્રતિક્રિયા સામે આવી રહી છે. જે અંતર્ગત એક ટિ્વટર યુઝરે લખ્યું કે ન્યાયપાલિકા તે લોકોની જ નોંધ લે છે જે રમખાણો અને પથ્થરમારાની ઘટનામાં સામેલ હોય છે. બીજા યુઝરે લખ્યું કે જે પણ શખ્સ આ પ્રકારના હિન્દુ દેવી દેવતાઓનું અપમાન કરે છે તેમની સામે દરેક જિલ્લાના દરેક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવી જાેઇએ. અનુપ જલોટાએ ઝી ન્યુઝને મોકલેલા વીડિયોમાં કહ્યું છે કે, લીનાજી સસ્તી લોકપ્રિયતા પ્રાપ્ત કરવાનો પ્રયત્ન ના કરો. તેનાથી રમખાણો થાય છે, તેનાથી લોકોના મનમાં આક્રોશ પેદા થયા છે. લોકો રસ્તા ઉપર ઉતરી આવે છે અને નિર્દોષ લોકોના જીવ જાય છે. તમે જાેઈ રહ્યા નથી, સાંભળી રહ્યા નથી આજકાલ શું શું થઈ રહ્યું છે. કોઈ ટેલરનો જીવ જાય છે. કોઈ કેમિસ્ટનો જીવ જાય છે અને તે લોકો નિર્દોષ છે. તો હું તમને એટલું કહેવા માંગુ છું કે આ પ્રકારની વસ્તુઓ સામે ના લાવો. માતા કાલી દરેક માટે પુજનીય છે આદરણીય છે, તેમને આ પ્રકારે બતાવવું યોગ્ય નથી. તમે તો મહિલા છો અને એક મહિલા ય્ર્ઙ્ઘઙ્ઘીજજ માટે તમે આવું કરી રહ્યા છો. ખુબ ખોટું છે. તેને જલ્દીથી જલ્દી રોકો અને માફી માંગો તેમના તમામ ભક્તોથી અને માતા કાલી થી.
