Maharashtra

‘બાલિકા વધૂ’ની આ એક્ટ્રેસે શેર કર્યો બેબી બમ્પ ફ્લોન્ટ કરતો ફોટો

મુંબઈ
ટીવીની મોસ્ટ પોપ્યુલર સીરિયલ બાલિકા વધૂમાં કામ કરવાવાળી એક્ટ્રેસ નેહા મર્દાને લઈને એક ખુશખબર સામે આવી રહી છે. રિપોર્ટ્‌સ અનુસાર નેહા પ્રેગ્નેન્ટ છે અને લગ્નના ૧૦ વર્ષ બાદ માતા બનવાની છે. તેણીએ હાલમાં બેબી બમ્પ સાથે મેટરનિટી ફોટોશૂટ પણ કરાવ્યુ છે, જેની ફોટો તેણીએ ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. સામે આવેલા ફોટોમાં નેહા લાલ રંગની હૉટ સાટન ડ્રેસમાં બેબી બમ્પ ફ્લોન્ટ કરતી જાેવા મળી રહી છે. તેણીએ ફોટોમાં કેપ્શન લખ્યુ છે- શ્રી શિવાય નમસ્તુભ્યં, આખરે મારામાં ભગવાન આવી ગયા, બેબી જલ્દી આવી રહ્યુ છે ૨૦૨૩. તેણીની આ પોસ્ટ પર ફેન્સ ધડાઘડ કોમેન્ટ્‌સ કરી રહ્યા છે અને એક્ટ્રેસને શુભકામના પાઠવી રહ્યા છે. તેણીની આ પોસ્ટ પર ટીવી એક્ટ્રેસ હસનંદિનીએ લખ્યુ – ‘બધાઈ હો’ અને સાથે હાર્ટ ઈમોજી પણ શેર કર્યુ છે. શ્રેનુ પારિખે લખ્યુ- હું તમારા માટે ખૂબ જ ખુશ છું. તમને જણાવી દઈએ કે ગયા મહિને ઓક્ટોબરમાં નેહા મર્દાની પ્રેગ્નેન્ચ હોવાની ખબર સામે આવી હતી, પરંતુ નેહાએ તેને ફક્ત અફવા જણાવી હતી. આ દરમિયાન એક ઈન્ટરવ્યૂમાં નેહાએ કહ્યુ હતું- હું ૩૫ વર્ષની થુ અને જ્યારે હું ૩૦ વર્ષની હતી, ત્યારથી હું એક બાળકની ઈચ્છા ધરાવું છુ. પરંતુ હું સમજુ છુ કે આ વસ્તુ ત્યારે થાય છે જ્યારે તેને થવાનું હોય છે. જ્યારે પણ આવું થશે, મને આ ખબર આપવામાં ખુબ જ ખુશી થશે. નેહાએ ૨૦૧૨માં પટનામાં બિઝનેસમેન આયુષ્માન અગ્રવાલ સાથે લગ્ન કર્યા હતા. નેહા મર્દા ૨૦૦૪થી એન્ટરટેઈનમેન્ટ ઈન્ડસ્ટ્રીનો ભાગ છે. નેહાએ સૌથી પહેલા ડાન્સ રિયાલિટી શો ‘બૂગી વૂગી’માં ભાગ લીધો અને તેણીને ત્યાંથી પોતાની ઓળખ મળી. ૨૦૦૪માં તેણીએ પોતાની એક્ટિંગ ડેબ્યૂ ટીવી સીરિયલ ‘સાથ રહેંગે હંમેશા’થી કર્યુ હતુ. આ શોના બંધ થયા બાદ તેણીએ ‘ઘર એક સપના’ સિરીયલમાં કામ કર્યુ હતું. તે ઝીટીવીની સીરિયલ ‘મમતા’માં પણ જાેવા મળી હતી. પરંતુ નેહાને સૌથી વધારે પોપ્યુલારિટી ‘બાલિકા વધૂ’ સીરિયલથી મળી હતી. તેણીએ ૨૦૦૭ સુધી આ સીરિયલમાં કામ કર્યુ હતું. નોંધનીય છે કે નેહા મર્દાએ ‘શ્રદ્ધા’, ‘રત્ના કા રિશ્તા’, ‘એક હજારોમે મેરી બહના હૈ’, ‘દેવો કે દેવ મહાદેવ’, ‘ડોલી અરમાનો કી’, ‘કુમકુમ ભાગ્ય’, ‘પિયા અલબેલા’, ‘કુંડલી ભાગ્ય’, ‘લાલ ઈશ્ક’ જેવી સીરિયલોમાં પણ કામ કર્યુ છે. નેહા હાલ પોતાની પ્રેગ્નેન્સી એન્જાેય કરી રહી છે.

File-01-Page-33.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *