Maharashtra

બિગ બોસ ૧૬નો આ પ્રોમો જાેઈ લાગે છે તેમાં ભાગ લેનાર કન્ટેસ્ટન્ટ્‌સની ઉડી જશે ઊંઘ

મુંબઈ
ટીવીનો સૌથી ચર્ચિત અને વિવાદિત શો બિગ બોસ સિઝન ૧૬નો પ્રોમો રિલીઝ થઈ ગયો છે. ટૂંક સમયમાં શો દર્શકોનું મનોરંજન કરવા માટે ટીવી પર પ્રસારિત કરવામાં આવશે. બિગ બોસ સિઝન ૧૬નો પ્રોમો ઘણો મજેદાર છે. તેમાં શોના હોસ્ટ અને બોલિવૂડના ભાઈજાન સુપરસ્ટાર સલમાન ખાન બિગ બોસ હાઉસની માહિતી આપી રહ્યો છે. જાે કે તેની વાતો ડરામની છે કેમ કે શોમાં બધું અલગ હશે. બિગ બોસ ૧૬નો આ પ્રોમો જાેઈ તેમાં ભાગ લેનાર કન્ટેસ્ટન્ટ્‌સની ઊંઘ ઉડી જશે. પ્રોમોમાં સલમાન ખાન બ્લેક આઉટફિટમાં જાેવા મળી રહ્યો છે અને કહે છે કે આ વખતે બધું અલગ હશે. સલમાન ખાન કહે છે કે ૧૫ વર્ષથી બિગ બોસની બધી ગેમ જાેઈ છે. આ વખતે બિગ બોસ પોતાની ગેમ બતાવશે. સવાર થશે પરંતુ આકાશમાં ચાંદ દેખાશે. ગ્રેવિટી હવામાં ઉડી જશે. ઘોડો પણ સીધી ચાલ ચાલશે. પડછાયો પણ સાથ છોડી દેશે. રિપોર્ટના અનુસાર, બિગ બોસ સિઝન ૧૬ શો ૮ ઓક્ટોબરથી લોન્ચ થઈ શકે છે. તેમાં સામેલ થનાર કન્ટેસ્ટન્ટ્‌સના નામ પણ સામે આવી ચૂક્યા છે. હવે શોનો પ્રોમો પણ રિલીઝ કરી દેવામાં આવ્યો છે તો ટૂંક સમયમાં શોના કન્ટેસ્ટન્ટ્‌સના નામ પણ સામે આવી જશે. આ રિયાલિટી શોના દર્શકો બિગ બોસ ૧૬ની આતુરતાથી રાહ જાેઈ રહ્યા છે. આવી સ્થિતિમાં ફેન્સને શો ઓનએર થવાના સમાચાર મળતા જ તેમનો ઉત્સાહ વધી ગયો છે. દેશના સૌથી મોટો રિયાલિટી શોને લઈને સોશિયલ મીડિયા પર દરરોજ નવી અટકળો લગાવવામાં આવી રહી હતી. ફાઈનલી શોનો પ્રોમો રિલીઝ કરી દેવામાં આવ્યો. સિઝન ૧૬માં આ વખતે નથી થીમ પણ હશે અને નવા સ્ટાર પણ. આ વખતે શોની થીમ ટ્ઠૂેટ્ઠ ફોર્મમાં રાખવામાં આવી છે, જેમાં કન્ટેસ્ટન્ટ્‌સને પાણીની અંદર રહેવું પડશે. તેમજ બિગ બોસની સિઝન ૧૬ને પણ સલમાન ખાન હોસ્ટ કરશે. બિગ બોસના ઈતિહાસમાં દબંગ સલમાન ખાનના શો સૌથી વધુ હોસ્ટ કરનાર અભિનેતા છે. દર વર્ષે સલમાન ખાન બિગ બોસ છોડવાની વાત કરે છે પરંતુ ચાહકોનો પ્રેમ તેને શોમાં ફરી ખેંચીને લાવે છે.

File-01-Page-22.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *