Maharashtra

બિપાશા બાસુએ શેર કરી બેબી ગર્લની પહેલી ઝલક

મુંબઈ
બિપાશા બાસુ અને કરણ સિંહ ગ્રોવર માતા-પિતા બન્યા બાદ આ સમયને ખૂબ એન્જાેય કરી રહ્યાં છે. આલિયા ભટ્ટ અને રણબીર કપૂર બાદ હવે બિપાશા બાસુએ પણ પોતાની દીકરીની પહેલી ઝલક શેર કરી છે. બિપાશાની આ પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. બિપાશાએ તેના ઈન્સ્ટાગ્રામ પર તેની દીકરી અને પતિ કરણ સિંહ ગ્રોવર સાથે એક તસવીર શેર કરી છે. આ તસવીર બિપાશાએ તેના ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. ફેન્સ તેના પર દિલ ખોલીને પ્રેમ વરસાવી રહ્યા છે. દીકરીના જન્મના થોડા સમય બાદ બિપાશા અને કરણે સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને ફેન્સને ખુશખબર આપી હતી. હવે, ફેન્સની આતુરતાનો અંત આવી ગયો છે અને એક્ટ્રેસે તેની લાડલી દેવીની એક ઝલક પણ શેર કરી છે. તસવીરમાં બિપાશા અને કરણ વિંડો પાસે ઉભા જાેવા મળે છે. શેર કરેલી પોસ્ટમાં કરણ સિંહ ગ્રોવરે દીકરીને હાથમાં લીધી છે. નજીકમાં બિપાશા તેની લાડલીને પ્રેમથી જાેતી જાેવા મળે છે. કપલની આ તસવીર તે સમયનો માહોલ વ્યક્ત કરી રહી છે. આ સાથે તેમના જીવનમાં દીકરી આવવાની ખુશી પણ તેમના ચહેરા પર સ્પષ્ટ દેખાઈ રહી છે. આ તસવીર શેર કરતી વખતે બિપાશાએ તેની પુત્રીની મીઠાશનું રહસ્ય પણ જાહેર કર્યું છે. એક્ટ્રેસ લખે છે કે, સ્વીટ બેબી એન્જલ બનાવવાની રેસીપી છે. બિપાશા બાસુની આ તસવીર પર ફેન્સ જાેરદાર કોમેન્ટ કરી રહ્યા છે. ફેન્સ આ તસવીર પર પોતાનો પ્રેમ વ્યક્ત કરતા હાર્ટ ઇમોજી બનાવી રહ્યા છે. લગ્નના ૬ વર્ષ બાદ બિપાશા અને કરણના જીવનમાં આ મોટી ખુશી આવી છે. જણાવી દઈએ કે બિપાશા બાસુ અને કરણ સિંહ ગ્રોવર ૩૦ એપ્રિલ ૨૦૧૬ના રોજ લગ્નના બંધનમાં બંધાયા હતા. બિપાશાની પ્રેગ્નન્સીના સમાચાર પણ વર્ષ ૨૦૧૮માં આવ્યા હતા. જ્યારે તેનો કથિત બેબી બમ્પ એક ઈવેન્ટમાં જાેવા મળ્યો હતો. જાે કે બિપાશાએ તે સમયે ટ્‌વીટ કરીને આ રિપોર્ટ્‌સને નકારી કાઢ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *