કોટનનો વાયદો ગાંસડીદીઠ રૂ.1,640ના કડાકા સાથે રૂ.30 હજારની નીચે સરક્યોઃ ક્રૂડ તેલમાં સુધારોઃ મેન્થા તેલ, નેચરલ ગેસમાં નરમાઈનો માહોલઃ સપ્તાહ દરમિયાન કોમોડિટી વાયદાઓમાં રૂ.1,13,550 કરોડ અને ઓપ્શન્સમાં રૂ.1,84,288 કરોડનું ટર્નઓવર
મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં 16થી 22 ડિસેમ્બરના સપ્તાહ દરમિયાન 39,55,713 સોદાઓમાં કુલ રૂ.2,98,250.09 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.1,13,550.49 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ.1,84,288.13 કરોડનો હતો.
સમીક્ષા હેઠળના સપ્તાહ દરમિયાન, કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર 10,91,349 સોદાઓમાં કુલ રૂ.57,009.88 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું ફેબ્રુઆરી વાયદો 10 ગ્રામદીઠ સપ્તાહના પ્રારંભે રૂ.54,157ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.55,220 અને નીચામાં રૂ.54,005 ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.414 વધી રૂ.54,521ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની ડિસેમ્બર કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.252 વધી રૂ.43,742 અને ગોલ્ડ-પેટલ ડિસેમ્બર કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.10 વધી રૂ.5,348ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની જાન્યુઆરી વાયદો 10 ગ્રામદીઠ રૂ.53,855ના ભાવે ખૂલી, રૂ.271 વધી રૂ.54,066ના સ્તરે પહોંચ્યો હતો.
ચાંદીના વાયદાઓમાં ચાંદી માર્ચ વાયદો 1 કિલોદીઠ સપ્તાહના પ્રારંભે રૂ.67,673ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.70,062 અને નીચામાં રૂ.66,736 ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.702 વધી રૂ.68,520 ના સ્તરે બંધ થયો હતો. ચાંદી-મિની ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ રૂ.717 વધી રૂ.68,528 અને ચાંદી-માઈક્રો ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ રૂ.721 વધી રૂ.68,540 બંધ થયો હતો.
બિનલોહ ધાતુઓના વાયદાઓમાં સપ્તાહ દરમિયાન, એમસીએક્સ ખાતે 1,13,059 સોદાઓમાં રૂ.18,069.65 કરોડના વેપાર થયા હતા. એલ્યુમિનિયમ ડિસેમ્બર વાયદો 1 કિલોદીઠ રૂ.2.35 ઘટી રૂ.207.75 અને જસત ડિસેમ્બર વાયદો રૂ.16.30 ઘટી રૂ.264ના ભાવ થયા હતા. આ સામે તાંબુ ડિસેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.10.05 વધી રૂ.712.30 તેમ જ સીસું ડિસેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.2.40 વધી રૂ.188ના ભાવ થયા હતા.
એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં એમસીએક્સ પર સપ્તાહ દરમિયાન, 5,40,694 સોદાઓમાં કુલ રૂ.38,104.64 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ જાન્યુઆરી વાયદો સપ્તાહના પ્રારંભે રૂ.6,346ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.6,627 અને નીચામાં રૂ.6,134 ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે 1 બેરલદીઠ રૂ.25 વધી રૂ.6,435 બોલાયો હતો, જ્યારે નેચરલ ગેસ ડિસેમ્બર વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.148.70 ઘટી રૂ.428.10 બંધ થયો હતો.
કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં એમસીએક્સ ખાતે સપ્તાહ દરમિયાન, 4,524 સોદાઓમાં રૂ.366.32 કરોડનાં કામકાજ થયા હતા. કોટન ડિસેમ્બર વાયદો 1 ગાંસડીદીઠ રૂ.31,200ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.31,400 અને નીચામાં રૂ.29,410 ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.1,640 ઘટી રૂ.29,510ના સ્તરે પહોંચ્યો હતો. મેન્થા તેલના વાયદાઓમાં ડિસેમ્બર કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.30.90 ઘટી રૂ.985.60 થયો હતો.
કામકાજની દૃષ્ટિએ સપ્તાહ દરમિયાન, એમસીએક્સ પર કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં રૂ.18,801.55 કરોડનાં 34,438.794 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં કુલ રૂ.38,208.33 કરોડનાં 5,572.887 ટનના વેપાર થયા હતા. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલના વાયદાઓમાં રૂ.12,502.57 કરોડનાં 1,97,26,000 બેરલ અને નેચરલ ગેસના વાયદાઓમાં રૂ.25,602 કરોડનાં 532551250 એમએમબીટીયૂનો ધંધો થયો હતો. કૃષિ કોમોડિટીઝમાં કોટનના વાયદાઓમાં રૂ.292.57 કરોડનાં 96625 ગાંસડી, મેન્થા તેલના વાયદાઓમાં રૂ.73.75 કરોડનાં 728.64 ટનનાં કામકાજ થયાં હતાં.
ઓપન ઈન્ટરેસ્ટ સપ્તાહના અંતે એમસીએક્સ પર સોનાના વિવિધ વાયદાઓમાં 18,888.401 કિલો અને ચાંદીના વિવિધ વાયદાઓમાં 954.035 ટન, ક્રૂડ તેલમાં 642600 બેરલ અને નેચરલ ગેસમાં 30082500 એમએમબીટીયૂ તેમ જ કોટનમાં 29075 ગાંસડી, મેન્થા તેલમાં 439.56 ટનના સ્તરે રહ્યો હતો.
ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, એમસીએક્સ પર સપ્તાહ દરમિયાન બુલડેક્સ વાયદામાં રૂ.411.47 કરોડનાં 5,388 લોટ્સ ના વેપાર થયા હતા. બુલડેક્સ ડિસેમ્બર વાયદો 15,125ના સ્તરે ખૂલી, 427 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 132 પોઈન્ટ વધી 15,253ના સ્તરે હતો.
ઓપ્શન્સની વાત કરીએ તો, કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં સપ્તાહ દરમિયાન, એમસીએક્સ પર રૂ.1,84,288.13 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. સોનું તથા સોનું-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.7,412.41 કરોડ, ચાંદી તથા ચાંદી-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.1,927.77 કરોડનાં કામ થયાં હતાં. એનર્જી સેગમેન્ટના ઓપ્શન્સમાં ક્રૂડ તેલના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.82,141.50 કરોડ અને નેચરલ ગેસના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.92,780.08 કરોડનાં કામકાજ થયાં હતાં.
