Maharashtra

બોક્સ ઓફિસ કલેક્શન જરૂરી છે વાહવાહી નહીં ઃ ટાઈગર શ્રોફ

મુંબઈ
ફેમસ ચેટ શો ‘કોફી વિથ કરણ’ ના લેટેસ્ટ એપિસોડમાં શ્રદ્ધા કપૂર સાથે કોફી પીવા પહોંચેલા ટાઈગરે તેના કરિયર અને તેની ફિલ્મો વિશેની તેની વિચારધારા વિશે વાત કરી હતી. અહીં ટાઈગરની સાથે શ્રદ્ધાએ પણ ઘણાં ખુલાસા કર્યા હતા. શ્રદ્ધાએ ટાઈગર અને દિશાના બ્રેક અપ પછી તેમના રિલેશનશીપ વિશે પણ માહિતી આપી હતી. ટાઈગરે ફિલ્મો અને તેના પરિણામ વિશે જણાવ્યું હતું કે, હું ખાલી મારી એક્ટિંગ કે એક્શન સીન્સના વખાણથી ખુશ થનારો એકટર નથી. મારા માટે બોક્સ ઓફિસ કલેક્શન ખૂબ જ મહત્વનું છે. અનેક લોકો તેવું કહી ચૂક્યા છે કે, અમે એક સારી ફિલ્મ બનાવી છે અને આવી ફિલ્મોને ઘણાં બધાં એવોર્ડ મળવાની સાથે ઓડિયન્સ પણ વખાણે છે પરંતુ આ ફિલ્મનું બોક્સ ઓફિસ કલેક્શન નિરાશાજનક હોય છે. ટાઈગરે કહ્યું હતું કે, હું સોશિયલ માણસ નથી. મને મળેલી દરેક નિષ્ફ્ળતાથી હું ખૂબ જ દુઃખી થઉં છું. હું લોકોની તાળીઓનું સન્માન કરું છું અને તેમણે સ્ક્રિન પર મને જાેઈને મારેલી સીટીઓ મને આનંદિત કરે છે પરંતુ મારું ફોક્સ ફક્ત બોક્સ ઓફિસ કલેક્શન પર હોય છે અને તેના કારણે જ હું ચિંતિત હોઉં છું. એક્શન અને ડાન્સિંગ સ્ટાર તરીકે ઓળખાતા ટાઈગરની લાસ્ટ રિલીઝ ફિલ્મ ‘હિરોપંતી ૨’ બોક્સ ઓફિસ પર બજેટનું ૨૦ ટકા જેટલું કલેક્શન મેળવવામાં પણ અસફળ રહી હતી અને આ કારણે ટાઈગરને તેની આગામી ફિલ્મોના પ્રોડ્યુસર્સ દ્વારા તેની ફીમાં ઘટાડો કરવાનું કહેવાયું છે.

File-01-Page-32.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *