Maharashtra

બોલિવૂડના પ્રતિભાશાળી એક્ટરને દારૂની બ્રાન્ડની જાહેરાતનો ઇનકાર કરતા મળી ધમકી!..

મુંબઈ
બોલિવૂડના સૌથી પ્રતિભાશાળી એક્ટર્સમાંના એક અમિત સાધે હાલમાં એક દારૂની બ્રાન્ડની જાહેરાત ઠુકરાવી દીધી. જેના પછી તેને ધમકી મળી હતી કે તેણે કોઈપણ કંપની જાહેરાત નહીં આપે. આના પર તેણે પ્રતિક્રિયા આપી. અમેતિ ‘બ્રીધ’, ‘યારા’, ‘અવરોધઃધ સીઝ વિદિન’ અને ‘જીત કી જીદ’ જેવી વેબ સિરીઝમાં પોતાની એક્ટિંગથી દર્શકોનું દિલ જીતી લીધું છે. હાલમાં અમિત સાધે એક આલ્કોહોલ બ્રાન્ડની એન્ડોર્સમેન્ટ ઓફર ઠુકરાવી દીધી હતી અને કહ્યું હતું કે તે ક્યારેય પણ કોઈપણ એવી વસ્તુનો પ્રચાર નહીં કરે જે લતનું કારણ બને છે અને જે સ્વાસ્થ્ય માટે ઠીક નથી. તેણે કહ્યું, હું પ્રોટીન શેક નહીં વેચું કેમ કે તે તમારા સ્વાસ્થ્ય માટે સારુ નથી. અમિત સાધે આગળ કહ્યું કે, ભલે મને કરોડો રૂપિયા આપે, તો પણ હું આવી જાહેરાતો નહીં કરું. હું તેની ગેરંટી લઉ છું. હું ક્યારે પણ કોઈ આલ્કોહલ બ્રાન્ડનો પ્રચાર નહીં કરું. તમારે ન પીવું જાેઈએ. તે તમારા સ્વાસ્થ્ય માટે સારુ નથી. આપણે હોશમાં રહેવું જાેઈએ. હું ક્યારે પણ એવી કોઈ વસ્તુનો પ્રચાર નહીં કરું જે તમારા સ્વાસ્થ્ય માટે સારી નથી. અમિત સાધે કહ્યું, જાે મારી આ વાત સાંભળ્યા પછી, બ્રાન્ડ મને જાહેરાત ડીલ આપવા નથી માગતી તો મને જાહેરાત ઓફર ન કરે. હું એક અભિનેતા છું, ઘણું કામ છે અને બધાનો સપોર્ટ છે. કોઈનો ડર નથી. હું અહીં એક્ટિંગ કરવા આવ્યો છું, જાહેરાત કરવા નહીં. તે સાથે જ તેણે જણાવ્યું કે જે ઈન્ટરનેશનલ દારૂની બ્રાન્ડને મેં એન્ડોર્સ કરવાની ના પાડી છે, તેનાથી તે લોકો ખુશ નહોતા.

File-01-Page-24.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *