Maharashtra

બ્રહ્માસ્ત્રમાં રણબીરે ફી વગર કર્યું કામ, આલિયાએ પણ ફી લીધી ઓછી

મુંબઈ
રણબીર કપૂર અને આલિયા ભટ્ટની ફિલ્મ બ્રહ્માસ્ત્રનું પ્રોડક્શન શરૂ થયું ત્યારથી જ અનેક ચર્ચાઓ અને અટકળો જાેવા મળે છે. ફિલ્મને બોક્સઓફિસ હિટ ગણાવતા આંકડા બહાર આવી રહ્યા છે ત્યારે રીઅલ કલેક્શન અને પ્રોફિટ વચ્ચે અંતર હોવાના દાવા થઈ રહ્યા છે. ફિલ્મના પ્રોડક્શન પાછળ કરણ જાેહર અને ટીમે જેટલો ખર્ચ કર્યો, તેટલો પ્રોફિટ મળ્યો કે કેમ તે અંગે પણ શંકાઓ વ્યક્ત થઈ રહી છે. ફિલ્મ બનાવવા માટે હકીકતમાં રૂ.૪૦૦ કરોડનો ખર્ચ થયો કે રૂ.૬૫૦ કરોડનો તે અંગે પણ વિવિધ મત-મતાંતરો છે. ફિલ્મના પ્રોડક્શન, વીએફએક્સ અને રણબીર-આલિયાની ફીના મામલે પણ ઉત્સુકતા ઊભી થાય તેવો માહોલ છે. કારણ કે, ડાયરેક્ટર અયાન મુખરજીએ દાવો કર્યો છે કે, બ્રહ્માસ્ત્ર માટે રણબીર કપૂરે કોઈ ફી લીધી નથી અને આલિયાએ પણ ખૂબ ઓછી ફીથી કામ કર્યું છે. ટ્રેડ એનાલિસ્ટ કોમલ નાહટા સાથે વાતચીત દરમિયાન રણબીરને પૂછાયેલા સવાલનો જવાબ આપતાં અયાને કહ્યું હતું કે, ઘણાં બધાં વ્યક્તિગત બલિદાનોથી ફિલ્મ બની છે. સ્ટાર હોવાના કારણે રણબીરને જે રકમ મળવી જાેઈએ, તેવી કોઈ ફી પણ તેણે નથી લીધી. આ મોટી વાત છે અને આવા બલિદાનો વગર ફિલ્મ બની શકત નહીં. વધુમાં અયાને કહ્યું હતું કે, ૨૦૧૪ના વર્ષમાં આલિયા ફિલ્મ સાથે જાેડાઈ હતી. તે સમયે આલિયાની એકાદ-બે ફિલ્મ જ આવી હતી. તેથી તે આજના જેવી મોટી સ્ટાર ન હતી. તે સમયે નક્કી થયેલી ફી મુજબ જ તેણે કામ કર્યું હતું અને તે સાવ ઓછી હતી. ફિલ્મમાં લીડ રોલ બદલ ફી નહીં વસૂલવાના મામલે રણબીરે વધુ સ્પષ્ટ જવાબ આપતાં કહ્યું હતું કે, વાસ્તવિકતામાં તેણે ફિલ્મ માટે ચાર્જ લીધો છે અને તે ચાર્જ છે ફિલ્મમાં તેનો હિસ્સો. ફિલ્મના પાર્ટ પ્રોડ્યુસર તરીકે પોતે છે અને તેથી લોન્ગ રનમાં રણબીર વિચારે છે કે, પહેલા પાર્ટ માટે ભલે ફી નથી લીધી, પરંતુ બીજા બે પાર્ટ બનશે ત્યારે ચોક્કસ સારી ફી મળશે. ઉલ્લેખનીય છે કે, ફિલ્મ માટે રૂ.૬૫૦ કરોડના બજેટની વાત કરતાં રણબીરે અગાઉ સ્પષ્ટતા કરી હતી કે, બ્રહ્માસ્ત્ર -૧ શિવાનું બજેટ એટલું બધું નથી. હકીકતમાં બજેટ ત્રણ ફિલ્મોમાં વહેંચાયેલું છે.

File-01-Page-27.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *