Maharashtra

બ્રેકઆઉટ કેટેગરીમાંથી કેવી રીતે સ્ટેન્ડ આઉટ દેશોની શ્રેણીમાં આવ્યું ભારત? રાજનાથ સિંહે જણાવ્યું

મહારાષ્ટ્ર
રક્ષામંત્રી રાજનાથ સિંહના સંબોધનથી થઈ. તેમણે પોતાના સંબોધનમાં કહ્યું કે ૨૦૧૪ બાદ ભારતની અર્થવ્યવસ્થા કેવી રીતે યોગ્ય દિશામાં આગળ વધી રહી છે. રક્ષામંત્રીએ આ દરમિયાન ૨૦૧૪ બાદ મોદી સરકાર દ્વારા કરાયેલા કાર્યો વિશે પણ જણાવ્યું. રક્ષામંત્રી રાજનાથ સિંહે કહ્યું કે સંવાદ જરૂરી છે. લોકતંત્રના સ્વાસ્થ્ય માટે સંવાદ જરૂરી છે. સંવાદની પોતાની વેલ્યુ છે. ૮ વર્ષમાં સરકારે જે કામકાજ કર્યું તેના પર આપણે વાત કરીશું. સરકારે શું કર્યું, શું નથી કર્યું તે તમે લોકો સારી રીતે જાણો છો. તેમણે કહ્યું કે એક શબ્દ છે સી ચેન્જ. આ આપણને જાેવા મળશે. મારું માનવું છે કે ૨૦૧૪ પહેલા જે પ્રકારના હાલાત હતા, ૨૦૧૪ની જે ચૂંટણી થઈ હતી તે સમયે કોંગ્રેસે હારનો સામનો કરવો પડ્યો હતો. તે સમયે દેશની જનતા કોંગ્રેસથી નારાજ હશે. એ જ કારણે તેમને હાર મળી. ૨૦૧૪ બાદ મોદી સરકારે વિઝન સાથે કામ કર્યું છે. રાજનાથ સિંહે કહ્યું કે એ વાત તો સૌએ સ્વીકારવી પડશે કે આંતરરાષ્ટ્રીય મંચ પર આજે ભારત જે પણ કઈ બોલે છે તેને આખી દુનિયા કાન ખોલીને સાંભળે છે. એક આત્મવિશ્વાસ અને ભરોસા સાથે અમારી સરકારે કામ કર્યું છે. રાજનાથ સિંહે કહ્યું કે ભારત એક સમયે બ્રેકઆઉટ નેશનની શ્રેણીમાં ઊભું હતું. પરંતુ હવે એવું નથી. હવે ભારત સ્ટેન્ડ આઉટ નેશનની શ્રેણીમાં ઊભું છે. તેમણે કહ્યું કે બ્રેકઆઉટ નેશન એવા દેશોને કહે છે જેમાં વિક્સિત દેશની શ્રેણીમાં આવવાની ક્ષમતા હોય છે. પરંતુ સ્ટેન્ડ આઉટ નેશન તેનાથી એક ડગલું આગળની સ્થિતિ હોય છે એટલે કે તે દેશ પોતાના વિશિષ્ટ પ્રદર્શન સાથે વિક્સિત દેશોની સાથે આવી ઊભો હોય છે. ૨૦૧૩-૧૪માં દેશની અર્થવ્યવસ્થા કેવી હતી તે બધાને ખબર છે. ૨૦૧૪ બાદ અમારી સરકાર આવ્યા બાદ અર્થવ્યવસ્થા અંગે અનેક પગલાં ભરાયા. આજનું ભારત ઉભરતું ભારત છે. મોદી સરકારના લીધે દેશની દશા અને દિશામાં ફેરફાર આવ્યા છે. તેમણે વધુમાં કહ્યું કે આજે ૧૦૦ પૈસા જાે દિલ્હીની બેંકમાંથી નીકળે છે તો લાભાર્થીના એકાઉન્ટમાં ૧૦૦ના ૧૦૦ પૈસા પહોંચે છે. મોદી યુગની એક મોટી વિશિષ્ટતા છે કે આજે જે ૧૦૦ પૈસા ઉપરથી મોકલાય છે તે ૧૦૦ ટકા છેલ્લે સુધી પહોંચે છે. ભારતમાં ડિજિટલ લેવડદેવડ વધી છે. એક મહિનામાં ૬ બિલિયન ડિજિટલનું ટ્રાન્ઝેક્શન થયું છે. ૨૦૨૬માં ૬૫ ટકા લેવડદેવડ ભારત ડિજિટલ દ્વારા જ કરશે.

Defense-Minister-Rajnath-Singh-06.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *