Maharashtra

ભારતનો પ્રથમ ઓલિમ્પિક વેલ્યુ એજ્યુકેશન પ્રોગ્રામ ઓડિશામાં લોન્ચ થયો

મુંબઈ
રિલાયન્સ ફાઉન્ડેશન ઓડિશા રિલાયન્સ ફાઉન્ડેશન એથ્લેટિક્સ હાઇ-પર્ફોર્મન્સ સેન્ટર (એચપીસી) માટે ઓડિશા સરકાર સાથે મળીને કામ કરે છે. એચપીસીના રિલાયન્સ ફાઉન્ડેશનના બે એથ્લિટ્‌સ – જ્યોતિ યારાજી અને આમલાન બોરગોહેને છેલ્લા એક મહિનામાં રાષ્ટ્રીય રેકોર્ડ તોડ્યા હતા અને આંતરરાષ્ટ્રીય એથ્લેટિક ઇવેન્ટ્‌સમાં મેડલ્સ મેળવ્યા હતા. જ્યોતિએ શરૂઆતમાં ૧૯ વર્ષ જૂનો રાષ્ટ્રીય રેકોર્ડ તોડ્યો હતો અને પછીની ઇવેન્ટમાં પોતાના જ રેકોર્ડમાં ફરી સુધારો કર્યો હતો. આ સિદ્ધિ સાથે જ્યોતિએ કોમનવેલ્થ ગેમ્સ માટે એએફઆઇ ક્વોલિફિકેશન ટાઇમ મેળવ્યો છે અને ભારતીય રમતોનું ભવિષ્ય સલામત હાથોમાં છે તે બાબત પર સૌને વિશ્વાસ અપાવ્યો છે. ઓવીઇપી આધારિત પ્રોજેક્ટ્‌સ અને પ્રવૃત્તિઓ બેઠાડુ જીવનશૈલી, એકાગ્રતાનો અભાવ અને કિશોરોને શાળામાંથી બહાર નીકળ્યા બાદ વૈશ્વિક પડકારોને પહોંચી વળવામાં મદદ કરે છે. સંસાધનો અને ટૂલકીટ યુવાનોને શારીરિક પ્રવૃત્તિમાંથી, આજીવન સામાજિક, જ્ઞાનાત્મક અને શારીરિક કુશળતા પ્રાપ્ત કરવાનું શક્ય બનાવવા માટે અને શીખવા માટે બનાવવામાં આવી છે. પ્રથમ વર્ષમાં આ કાર્યક્રમનું લક્ષ્ય ભુવનેશ્વર અને રાઉરકેલા શહેરની ૯૦ શાળાઓમાં નોંધાયેલા ૩૨,૦૦૦ બાળકોને અસર કરવાનું છે અને એકવાર તે પૂરજાેશમાં પૂર્ણ થયા પછી તે લગભગ ૭ મિલિયન બાળકો સુધી પહોંચશે. ઓડિશા રાજ્ય ઓવીઇપીને તેની તમામ શાળાઓ અને ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં તબક્કાવાર રીતે લઈ જવાની તૈયારીમાં છે, જેથી તેની યુવા વસ્તી ઓલિમ્પિકના સાચા મૂલ્યો સમજી શકે. આઇઓસી માટે ઓવીઇપી કાર્યક્રમનું નેતૃત્વ કરતી ઓલિમ્પિક ફાઉન્ડેશન ફોર કલ્ચર એન્ડ હેરિટેજ ઓડિશા રાજ્ય દ્વારા નિયુક્ત “માસ્ટર ટ્રેનર્સ” માટે એબીએફટીના ટ્રેનર્સ સાથે તાલીમ સત્રોનું આયોજન કરશે. જેઓ બદલામાં રાજ્યની આઠથી દસ શાળાઓના ફોકસ જૂથો સાથે કાર્યક્રમની શરૂઆત કરશે. આ પ્રોજેક્ટ સાથે સંકળાયેલા શાળાના આચાર્યો, શિક્ષણ અને રમતગમતના અધિકારીઓ અને અન્ય કોર ગ્રુપના સભ્યો માટે ઓરિએન્ટેશન સેશનનું આયોજન કરવામાં આવશે. ઓલિમ્પિક વેલ્યુઝ એજ્યુકેશન પ્રોગ્રામએ આઈ.ઓ.સી દ્વારા બનાવવામાં આવેલ મફત અને સુલભ શિક્ષણ સંસાધનોની શ્રેણી છે, જે ઓલિમ્પિક રમતગમતના સંદર્ભ અને ઓલિમ્પિઝમના મુખ્ય સિદ્ધાંતોનો ઉપયોગ કરીને અભ્યાસક્રમને પૂરક બનાવે છે. ભાગ લેનારને મૂલ્યો આધારિત શિક્ષણનો અનુભવ કરવા અને સારી નાગરિકતાની જવાબદારીઓ નિભાવવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે. ઓવીઈપી ઓલિમ્પિઝમની સમજ અને વ્યક્તિગત આરોગ્ય, આનંદ અને સામાજિક ક્રિયાપ્રતિક્રિયા પર તેની અસરની સમજ આપી રમતગમત અને શારીરિક પ્રવૃત્તિના લાંબાગાળાના ફાયદાઓનું સંચાર કરે છે.આઈ.ઓ.સીના સભ્ય નીતા અંબાણીએ આજે ઓડિશામાં ઈન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટી (આઈ.ઓ.સી) દ્વારા ભારતના પ્રથમ ‘ઓલિમ્પિક વેલ્યુ એજ્યુકેશન પ્રોગ્રામ’ (ઓવીઈપી)ના પ્રારંભની પ્રશંસા કરતા જણાવ્યું કે ઓવીઈપીએ મુખ્ય મૂલ્યો સ્થાપિત કરવા શિક્ષણ અને રમતગમત રૂપી બે સાહસને જાેડે છે. ઓવીઈપીએ આઈ.ઓ.સી દ્વારા યુવાનોને શ્રેષ્ઠતા, આદર અને મૈત્રીપૂર્ણ ઓલિમ્પિક મૂલ્યોનો પરિચય કરાવવા માટે રચાયેલ સંસાધનોનું એક ગ્રુપ છે. આ કાર્યક્રમનો હેતુ બાળકોને સક્રિય, સ્વસ્થ અને જવાબદાર નાગરિક બનવામાં મદદ કરવા માટે આ મૂલ્યો આધારિત અભ્યાસક્રમનો પ્રસાર કરવાનો છે. ભારતની ઓલિમ્પિક મૂવમેન્ટમાં એક ઉદાહરણ પહેલ એવા ઓવીઈપીની શરૂઆત પ્રતિષ્ઠિત આઈ.ઓ.સી ૨૦૨૩ સેશનને ધ્યાનમાં રાખીને કરવામાં આવી છે. આ વર્ષની શરૂઆતમાં નીતા અંબાણીએ આઈ.ઓ.સી ૨૦૨૩ના સેશનને હોસ્ટ કરવા માટે ભારતની બિડ માટે એક પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કર્યું હતું. જ્યાં ભારતને ૪૦ વર્ષના ગાળા પછી સર્વાનુમતે અધિકારો એનાયત કરવામાં આવ્યા હતા. ભારતમાં આઇઓસી સેશન ભારતીય રમતગમતના ઇતિહાસમાં એક નવા યુગની શરૂઆત કરશે. જે દેશમાં રમતગમતની ઇકોસિસ્ટમ સાથે ભારતની અંતિમ ઓલિમ્પિક આકાંક્ષાઓને પ્રોત્સાહન આપશે. જે યુવાનોને તેમના કૌશલ્યને વધારવા અને વૈશ્વિક ખ્યાતિ મેળવવા માટે પ્રોત્સાહિત અને સશક્ત બનાવશે. નીતા અંબાણી ઓલિમ્પિક મૂવમેન્ટ કમિશન અને ઓવીઈપી નો ભાગ છે, જે ઓલિમ્પિક એજ્યુકેશન આપે છે અને નીતા અંબાણીની સૌથી નજીક છે, કારણ કે તે બાળકોમાં ઓલિમ્પિકના મૂલ્યો વિકસાવવામાં મદદ કરે છે.

India-Odisha-Reliance-Foundation-indias-first-olympic-value-education-program-launched-in-odisha.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *