Maharashtra

ભારતમાં ટોપ-૧૦૦ ધનવાનોની સંપતિ ૮૦૦ અબજ ડોલર ઃ અદાણી મોખરે

મુંબઈ
કોરોનાકાળ બાદ વેપારધંધા નોર્મલ બની જવા સાથે ડીમાંડમાં મોટી વૃદ્ધિને પગલે ભારત દુનિયાનું પાંચમુ સૌથી મોટુ અર્થતંત્ર બની ગયુ છે ત્યારે આ દરમ્યાન ભારતના ટોપ-૧૦૦ ધનવાનોની સંપતિમાં ૨૫ અબજ ડોલરનો વધારો થયો છે અને તેઓની કુલ નેટવર્થ ૮૦૦ અબજ ડોલર થઈ છે. બ્રિટનને પછાડીને ભારતે દુનિયાના પાંચમા નંબરના સૌથી મોટા અર્થતંત્રની સિદ્ધિ હાંસલ કરી જ લીધી હોવા છતાં ગત વર્ષની સરખામણીએ ચાલુ સાલ શેરબજાર મામુલી ઘટાડો સૂચવે છે. કરન્સી માર્કેટમાં રૂપિયામાં ૧૦ ટકાનો ઘટાડો થયો હોવા છતાં અમીરોની સંપતિ વધતી જ રહી છે. ફોર્બ્સ ૨૦૨૨ના ભારતના ટોપ-૧૦૦ અમીરોના લીસ્ટમાં ગૌતમ અદાણી ટોચ પર છે. ટોપ-૧૦૦ ધનવાનોની કુલ નેટવર્થ ૮૦૦ અબજ ડોલરને પાર કરી ગઈ છે અને કુલ સંપતિમાં ૨૫ અબજ ડોલરનો વધારો થયો છે. ફોર્બ્સ ૨૦૨૨ના રિપોર્ટ પ્રમાણે અદાણી ગ્રુપની સંપતિમાં રેકોર્ડબ્રેક વૃદ્ધિને કારણે આ શકય બન્યુ છે. ૨૦૦૮ પછી પ્રથમ વખત ટોચના ધનિકના નામમાં બદલાવ થયો છે. ૨૦૨૧માં અદાણીની સંપતિમાં ત્રણ ગણાનો વધારો છે. ચાલુ વર્ષે સંપતિ ડબલ થઈને ૧૫૦ અબજ ડોલરે પહોંચી ગઈ છે અને ભારતના સૌથી અમીર તથા દુનિયાના બીજા નંબરના સૌથી ધનવાન બન્યા છે. ફોર્બ્સની યાદીમાં ભારતના બીજા નંબરના સૌથી અમીર વ્યક્તિ તરીકે રીલાયન્સના મુકેશ અંબાણીનું નામ છે. તેમની સંપતિ ૮૮ અબજ ડોલર છે. ગત વર્ષ કરતા પાંચ ટકા ઓછી છે. રસપ્રદ વાત એ છે કે ભારતના ટોપ-૧૦૦ અમીરોની કુલ સંપતિમાં માત્ર અદાણી-અંબાણીનો હિસ્સે જ ૩૦ ટકા છે. આ સિવાય રીટેઈલ ઓનલાઈન બિઝનેશ ડીમાર્ટના સ્થાપક રાધાકિશન દામાણી ત્રીજા ક્રમે છે. પ્રથમ વખત ટોપ-૩માં સ્થાન પામ્યા છે. કુલ સંપતિ ૨૭.૬ અબજ ડોલર છે. ગત વર્ષ કરતા છ ટકા ઓછી થઈ છે. ચોથા ક્રમે કોરોના રસી બનાવનાર સાયરસ પુનાવાલા છે. તેમની સંપતિ ૨૧.૫ અબજ ડોલર છે. ટોપ-૧૦૦ અમીરોના લીસ્ટમાં આ વર્ષે નવા ૯ ચહેરાઓ છે. તેમાં નાયકાના ફાલ્ગુની નાયર, માન્યવરના રવિ મોદી તથા મેટ્રોના રફીક મલિક છે. ટોપ-૧૦૦માં સામેલ રાહુલ બજાજ, રાકેશ જુનજુનવાલા તથા પલોનજી મિસ્ત્રીના અવસાન થયા છે.

File-02-Page-04.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *