મુંબઈ
ઇન્ડિયન પ્રીમિયર લીગ ૨૦૨૨ હાલ તેના અંતિમ તબક્કામાં છે. ત્યારે ચેન્નાઈ સુપર કિંગ્સના ફેન્સને આ સમાચારથી મોટો ઝટકો લાગી શકે છે. ચેન્નાઈ સુપર કિંગ્સના દિગ્ગજ ખેલાડીએ આઇપીએલમાંથી સંન્યાસની જાહેરાત કરી છે. આ ખેલાડી આ સીઝન બાદ આઇપીએલ રમતો જાેવા મળશે નહીં. આ ખેલાડીએ તેના બેટના દમ પર ચેન્નાઈ સુપર કિંગ્સને આઇપીએલની ચેમ્પિયન પણ બનાવી છે. ચેન્નાઈ સુપર કિંગ્સના ધાકડ બેટ્સમેન અંબાતી રાયડુએ આઇપીએલ વચ્ચે સંન્યાસની જાહેરાત કરી છે. અંબાતી રાયડુએ સોશિયલ મીડિયા પર સંન્યાસની જાહેરાત કરી. અંબાતી રાયડુએ આઇપીએલ ૨૦૨૨ માં અત્યાર સુધી રમેલી ૧૨ મેચમાં ૨૧.૧૦ સરેરાશથી ૨૭૧ રન બનાવ્યા છે. આ સીઝનમાં તેણે એક ફિફ્ટી પણ મારી છે. અંબાતી રાયડુએ વર્ષ ૨૦૧૦ માં પોતાના આઇપીએળ કરિયરની શરૂઆત કરી હતી. અંબાતી રાયડુ આઇપીએલમાં ચેન્નાઈ સુપર કિંગ્સ ઉપરાંત મુંબઇ ઇન્ડિયન્સનો ભાગ રહ્યો છે. રાયડુ વર્ષ ૨૦૧૮ થી સીએસકે માટે રમી રહ્યો છે. અંબાતી રાયડુએ આઇપીએલમાં અત્યાર સુધી ૧૮૭ મેચમાં ૨૯.૨૮ ની સરેરાસથી ૪૧૮૭ રન બનાવ્યા છે. રાયડુ આઇપીએલમાં ૨૨ અર્ધ સદી અને ૨ સદી મારી છે.


