મુંબઈ
આજે સુર સમ્રાજ્ઞી લતા મંગેશકર કોરોના સામેની લડાઈ હારી ગયાં અને દુનિયાને અલવિદા કહી દીધું. આજે સવારે તેમણે મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. લતાજીના નિધન પર બે દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવ્યો છે. આ દરમિયાન ત્રિરંગો અડધો ઝુકેલો રહેશે. તેમના પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે શિવાજી પાર્કમાં રાખવામાં આવશે. લતાજીનો પાર્થિવ દેવ બપોરે ૧૨ઃ૩૦ વાગ્યે પ્રભુકુંજ સ્થિત ઘરે લઈ લતાજીના અંતિમ સંસ્કાર પણ શિવાજી પાર્ક સ્થિત સ્મશાનગૃહમાં સાંજે ૬ઃ૩૦ વાગ્યે કરવામાં આવશે. ૮ જાન્યુઆરીએ ૯૨ વર્ષીય લતાજીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જે બાદ તેને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. તેઓ દાખલ થયાના સમાચાર પણ બે દિવસ પછી ૧૦ જાન્યુઆરીએ સામે આવ્યા હતા. તેઓ ૨૯ દિવસ સુધી કોરોના અને ન્યુમોનિયા બંને સામે એકસાથે લડી રહ્યા હતા. બ્રીચ કેન્ડી હોસ્પિટલના આઈસીયુમાં રાખવામાં આવ્યા હતા. લાંબા સમયથી લતાજીની સારવાર કરી રહેલા ડો.પ્રતાત સમધાનીની દેખરેખ હેઠળ તબીબોની ટીમ લતાજીની સારવાર કરી રહ્યા હતા. સારવાર દરમિયાન તેમની તબિયતમાં પણ સુધારો જાેવા મળી રહ્યો હતો. તેને સતત દેખરેખ હેઠળ રાખવામાં આવ્યો હતો. લગભગ ૫ દિવસ પહેલા તેમની તબિયતમાં પણ સુધારો થવા લાગ્યો હતો. ઓક્સિજન દૂર કરાયો હતો પણ ૈંઝ્રેંમાં જ રખાયા હતા. જાે કે આજે તેમણે અંતિમ શ્વાસ લીધા છે. લતાજીએ લગભગ બે વર્ષ સુધી ઘરેથી બહાર નીકળ્યા ન હતા. તેઓ ક્યારેક-ક્યારેક સોશિયલ મીડિયા દ્વારા તેમના ચાહકોને સંદેશા આપતા હતા. વધતી જતી ઉંમર અને તબિયતને કારણે તેઓ પોતાના રૂમમાં જ વધુ સમય પસાર કરતા હતા. તેમના ઘરના સ્ટાફના એક મેમ્બરનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યા બાદ તેમનો ટેસ્ટ કરવામાં આવ્યો હતો. ૮ જાન્યુઆરીએ તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. લોકપ્રિય લતાજીના નિધનથી દેશમાં શોકની લહેર છવાઈ ગઈ છે. ચાહકો તેમના સાજાં થઈ જવાની દુઆ કરતાં હતાં, પરંતુ આજે કરોડો સંગીતપ્રેમીઓનું દિલ તૂટી ગયું. ૯૨ વર્ષીય લતાજીએ ૩૬ ભાષામાં ૫૦ હજારથી વધુ ગીતો ગાયાં હતાં. એક હજારથી વધુ ફિલ્મોમાં પોતાનો અવાજ આપ્યો હતો. ૧૯૬૦થી ૨૦૦૦ સુધી લતા મંગેશકરનાં ગીત વગર ફિલ્મ અધૂરી માનવામાં આવતી હતી. તેમનો અવાજ ગીત હિટ જશે, તેવી ગેરંટી હતી. વર્ષ ૨૦૦૦ પછી તેમણે ગાવાનું ઓછું કરી નાખ્યું હતું. છેલ્લે તેમણે ૨૦૧૫માં આવેલી ફિલ્મ ‘ડોન્નો વાય’માં ગાયું હતું. અંદાજે ૮૦ વર્ષથી સંગીતની દુનિયામાં સક્રિય લતા મંગેશકરનો જન્મ ૨૮ સપ્ટેમ્બર, ૧૯૨૯ના રોજ મધ્યપ્રદેશના ઈન્દોરમાં થયો હતો. ૧૩ વર્ષની નાની ઉંમરથી તેમણે ગાવાનું શરૂ કર્યું હતું. લતાજીના પિતા પંડિત દીનાનાથ મંગેશકર સંગીતની દુનિયા તથા મરાઠી થિયેટરનું જાણીતું નામ હતું. તેમણે જ લતાજીને સંગીતનું શિક્ષણ આપ્યું હતું. પાંચ ભાઈ-બહેનમાં લતાજી સૌથી મોટાં હતાં. ત્રણ બહેનો આશા ભોસલે, ઉષા મંગેશકર, મીના મંગેશકર તથા ભાઈ હૃદયનાથ મંગેશકર છે. લતાજીને સંગીતની દુનિયામાં ૮૦ વર્ષ થઈ ચૂક્યાં છે. આ દરમિયાન તેમણે ૩૦ હજારથી વધુ ગીતો ગાયાં છે. ૨૦૦૧માં ભારત સરકારે તેમને ભારત રત્નથી સન્માનિત કર્યાં હતાં. ૧૯૮૯માં તેમને દાદા સાહેબ ફાળકે અવોર્ડથી નવાજમાં આવ્યાં હતાં.