Maharashtra

ભારતે શ્રીલંકાને ૪૪૭ રનનો લક્ષ્યાંક આપ્યો

,મુંબઈ
ભારતીય ટીમે શ્રીલંકા સામેની ટેસ્ટ શ્રેણીમાં ક્લીન સ્વીપ કરવા તરફ આગળ વધી રહ્યું છે. બેંગ્લોર ટેસ્ટના બીજા દિવસે ભારતે ૯ વિકેટના નુકસાન પર ૩૦૩ રન બનાવીને તેનો બીજાે દાવ ડિકલેર કર્યો હતો. આ રીતે ટીમ ઈન્ડિયાએ શ્રીલંકાની સામે જીત માટે ૪૪૭ રનનો મોટો અને મુશ્કેલ લક્ષ્યાંક રાખ્યો છે. બીજી ઇનિંગમાં રિષભ પંતની રેકોર્ડ અડધી સદી અને શ્રેયસ અય્યરની બીજી અડધી સદીની મદદથી ભારતીય ટીમે શ્રીલંકા માટે જીત મેળવવી મુશ્કેલ બનાવી દીધી હતી. બીજી તરફ, ભારત તરફથી મળેલા મોટા ટાર્ગેટના જવાબમાં શ્રીલંકાની શરૂઆત ખરાબ રહી હતી અને દિવસની રમતના અંત સુધી તેણે ૧ વિકેટના નુકસાન પર ૨૮ રન બનાવ્યા હતા. પ્રથમ ઇનિંગની જેમ બીજી ઈનિંગમાં પણ શ્રીલંકાની શરૂઆત સારી રહી ન હતી. ફરી એકવાર જસપ્રીત બુમરાહે પહેલો ઝટકો આપ્યો. આ વખતે બુમરાહે પ્રથમ ઓવરના ત્રીજા બોલ પર લાહિરુ થિરિમાને શુન્ય રને ન્મ્ઉ આઉટ કર્યો હતો. જાે કે આ પછી દિવસની રમતના અંત સુધી સુકાની દિમુથ કરુણારત્ને ૧૦ રને જ્યારે કુસલ મેન્ડિસ ૧૬ રને રમી રહ્યો હતો. બંને સામે ભારતને કેટલીક સારી તકો મળી હતી, પરંતુ શ્રીલંકાના બેટ્‌સમેનોએ બીજી વિકેટ પડવા દીધી ન હતી. શ્રીલંકાની ટીમને જીતવા માટે હજુ ૪૧૯ રનની જરૂર છે અને નવ વિકેટ બાકી છે. આ પહેલા બીજા દિવસના પહેલા અડધા કલાકમાં શ્રીલંકાની પ્રથમ ઈનિંગ માત્ર ૧૦૯ રનમાં સમેટાઈ ગઈ હતી. શ્રીલંકાએ દિવસની શરૂઆત ૬ વિકેટે ૮૬ રનથી કરી હતી. કારણ કે ભારતે બાકીની ચાર વિકેટ ૩૦ મિનિટથી ઓછા સમયમાં ૧૪૩ રનની લીડ મેળવી લીધી હતી. જસપ્રીત બુમરાહે (૫/૨૪) ટેસ્ટ ક્રિકેટમાં આઠમી વખત અને ભારતમાં પ્રથમ વખત એક ઇનિંગમાં પાંચ વિકેટ ઝડપી. મોહમ્મદ શમી (૨/૧૮) અને સ્પિનર ??રવિચંદ્રન અશ્વિને (૨/૩૦) પણ વિકેટ લીધી હતી. શ્રીલંકા તરફથી એન્જેલો મેથ્યુઝે પ્રથમ દાવમાં ૪૩ રન બનાવ્યા હતા. બીજી ઈનિંગમાં રોહિત શર્મા અને મયંક અગ્રવાલે (૨૨) પ્રથમ વિકેટ માટે ૪૨ રન જાેડીને સારી શરૂઆત કરી હતી. ડાબોડી સ્પિનર ??એમ્બુલડેનિયાએ અગ્રવાલને ધનંજય ડી સિલ્વાના હાથે કેચ કરાવીને આ ભાગીદારી તોડી હતી. આ પછી હનુમા વિહારી અને રોહિત શર્માએ પણ સારી ભાગીદારી નોંધાવી હતી, જેમાં રોહિત શર્માએ સ્પિનરો સામે સ્વીપ અને રિવર્સ સ્વીપ રમીને કેટલીક બાઉન્ડ્રી ફટકારી હતી. બીજી તરફ, હનુમા વિહારીને ખોટા ર્નિણયો અને શ્રીલંકાના ડીઆરએસનો લાભ મળ્યો હતો. બંને વચ્ચે બીજી વિકેટ માટે ૫૬ રનની ભાગીદારી પણ થઈ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *