Maharashtra

ભુવન બામની વેબ સિરીઝ ‘્‌ટ્ઠટ્ઠડટ્ઠ દ્ભરટ્ઠહ્વટ્ઠિ’નું ટ્રેલર રિલીઝ, ક્યારે અને ક્યાં જાેઈ શકાશે

મુંબઈ
ભુવન બામે દેશના ટોચના યુટ્યુબર્સમાં જાેડાઈને પોતાની એક અલગ ઓળખ બનાવી છે. હવે આ સિરીઝ સાથે તે ર્ં્‌્‌ની દુનિયા તરફ પગ મુકવા જઈ રહ્યો છે. આ વેબ સિરીઝ વાર્તા સફાઈ કામદાર વસંત ગાવડેનું જીવન પર છે. પોતાના રોજબરોજના જીવનની પરેશાનીઓનો સામનો કરી રહેલા વસંતને એક દિવસ ખ્યાલ આવે છે કે તેનામાં એવી શક્તિ છે, જેના કારણે તે આવનારા સમય વિશે અગાઉથી જ જાણે છે. તેમની આ શક્તિને ઓળખ્યા પછી, તેમના જીવનમાં એક મોટો બદલાવ આવે છે. આ વેબ સિરીઝ વિશે ભુવને કહ્યું, ‘તાજા ખબર’ એક અદ્ભુત સિરીઝ છે. આજની માંગ પ્રમાણે આ સિરીઝમાં એક્શન, ડ્રામા અને રોમાન્સ છે. આ વેબ સિરીઝ માનવીની ઈચ્છાઓ અને તેમના જીવનમાં આવતા ઉતાર-ચઢાવને પણ ખૂબ જ સુંદર રીતે દર્શાવવામાં આવી છે. આ પહેલીવાર છે જ્યારે હું ડ્ઢૈજહીઅ ઁઙ્મેજ ૐર્ંજંટ્ઠિ સાથે કામ કરી રહ્યો છું. હિમાંક ગૌર દ્વારા નિર્દેશિત આ સીરિઝ ૬ જાન્યુઆરીના રોજ ડિઝની પ્લસ હોટસ્ટાર પર સ્ટ્રીમ થવા જઈ રહી છે. આ સીરિઝમાં શ્રિયા સેક્સ વર્કરના રોલમાં જાેવા મળશે. આ પહેલીવાર નથી જ્યારે ભુવન કોઈ શ્રેણીમાં દેખાઈ રહ્યો છે. ગયા વર્ષે પણ ભુવન એક સીરિઝમાં જાેવા મળ્યો હતો, જે તેની પોતાની ચેનલ પર રિલીઝ થઈ હતી. ”ઢિંઢોરા” નામની આ સિરીઝ તેની પોતાની યુટ્યુબ ચેનલ પર આવી હતી, જેમાં ભુવન લગભગ તમામ પાત્રોમાં જાેવા મળ્યો હતો. જાેકે, તે શ્રેણીમાં ઘણા પ્રખ્યાત કલાકારોએ મહેમાન ભૂમિકાઓ પણ આપી હતી. ”ઢિંઢોરા”નું નિર્દેશન હિમાંક ગૌરે કર્યું હતું. તમને જણાવી દઈએ કે ભુવનની આ પહેલી વેબ સિરીઝ છે જે અન્ય કોઈપણ ર્ં્‌્‌ પ્લેટફોર્મ પર રિલીઝ થવા જઈ રહી છે. આ શ્રેણીની વાર્તા પણ ભુવનના પાત્રની આસપાસ ફરે છે. આ સિરીઝમાં શ્રિયા પિલગાંવકર, મહેશ માંજરેકર, જેડી ચક્રવર્તી, દેવેન ભોજાની, શિલ્પા શુક્લા, પ્રથમેશ પરબ અને નિત્યા માથુર મહત્વની ભૂમિકામાં જાેવા મળશે.

File-01-Page-29.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *